અપડેટ@સુરત: એરપોર્ટ પર ફ્લાઇટનું ટાયર પંચર થવા મુદ્દે DGCA એક્શનમાં, આપી આ સૂચના

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

સુરત એરપોર્ટ પર થોડા દિવસો અગાઉ વેન્ચુરા એરલાઈનની ફ્લાઈટને રન વે પર પંચર પડ્યું હતું. જેના કારણે ઘણી ફ્લાઈટ ડાયવર્ટ કરવાની પણ ફરજ પડી હતી. ત્યારે હવે આ મુદ્દે ડીજીસીએ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. એરલાઈન પાસે માહિતી પણ માગવામાં આવી છે. સાથે જ અસરગ્રસ્ત ફ્લાઈટને ઓપરેટ ન કરવા પણ સૂચના આવામાં આવી છે.

અમદાવાદથી સુરત આવી રહેલી વેન્ચુરા એરલાઇન્સના 9 સીટર વિમાનનું લેન્ડિંગ કરતી વખતે ટાયરમાં પંચર પડ્યું હતું. ઘટના અંગે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા વિમાન કંપની પાસે માહિતી માંગવામાં આવી રહી છે. ડીજીસીએની મંજૂરી નહીં મળે ત્યાં સુધી અસરગ્રસ્ત ફ્લાઇટને ઓપરેટ નહીં કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.

ફ્લાઈટ સુરત એરપોર્ટના રનવે પર લેન્ડિંગ કરી રહ્યું હતું. તે સમયે અચાનક પંચર પડતા ઘટના બની હતી. ફ્લાઈટમાં છ યાત્રીઓ સવાર હતા. પરંતુ સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. જેના કારણે બે કલાક સુધી રન વે બંધ કરવો પડ્યો હતો. સુરત આવતી અન્ય ફ્લાઇટોને અમદાવાદ એરપોર્ટ ડાયવર્ટ કરાઈ હતી.