ગૌરવ@ગુજરાત: કચ્છના ધોરડોને મળ્યો “બેસ્ટ ટુરિઝમ વિલેજ”નો એવોર્ડ

 
Dhordo

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું ધોરડો ગામ ગુરુવારે વિશ્વ પ્રવાસન સંસ્થા દ્વારા જાહેર કરાયેલ 54 ઉત્કૃષ્ટ પ્રવાસન ગામોની યાદીમાં સામેલ થયું છે. ધોરડોએ G20 ની ભારતની અધ્યક્ષતામાં પ્રભાવશાળી જૂથની પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગનું આયોજન કર્યું હતું. વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) એ તેના ઉત્કૃષ્ટ પ્રવાસન ગામોની 2023ની યાદી જાહેર કરી છે.

વર્લ્ડ ઓર્ગેનાઈઝેશને તેની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સન્માન એવા ગામોને આપવામાં આવે છે જે ગ્રામીણ વિસ્તારોના વિકાસ અને લેન્ડસ્કેપ્સ, સાંસ્કૃતિક વિવિધતા, સ્થાનિક મૂલ્યો અને ખાદ્ય પરંપરાઓના જાળવણીમાં અગ્રેસર છે.