વિવાદ@પાટણ: ઓવરબ્રિજની કામગીરીને લઈ ધારાસભ્યએ કેમ આપી આંદોલનની ચીમકી ?

 
Patan

અટલ સમાચાર, ડેસ્ક

ઉત્તર ગુજરાતના પાટણમાં ફરી એકવાર ઓવરબ્રિજની કામગીરીને લઈ વિવાદ સામે આવ્યો છે. વિગતો મુજબ પાટણના રાજમહેલ રોડથી યુનિવર્સિટી અને કોલેજ રોડ તરફ સર્જાતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, આ દરમ્યાન અવાર-નવાર કામગીરી શરૂ થઈ ત્યારથી વિવાદોને કારણે ઓવરબ્રિજની કામગીરી બંધ રાખવાની ફરજ પડી રહી છે. આ તરફ હવે પાટણના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રોડના પ્લાનિંગમાં પુનઃ ફેરફાર કરી ઓવરબ્રિજને જોડતા બન્ને માર્ગને ટુ વે બનાવવાની માંગ કરી છે. 

પાટણના રાજમહેલ રોડથી યુનિવર્સિટી અને કોલેજ રોડ તરફના ઓવરબ્રિજ બનાવવાની કામગીરી વચ્ચે જીયુડીસીના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરી જરૂરી સૂચનો સાથે ઓવરબ્રિજની કામગીરી તેજ બનાવવા આદેશ કર્યા હતા. હાલમાં ઓવરબ્રિજની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હોઇ પરંતુ ગુરૂવારે આ ઓવરબ્રિજના કામને લઈને પુનઃ વિવાદ ઉભો થયો હતો. જેને લઈ પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ દ્વારા આ મામલે જિલ્લા કલેકટર અને જીયુડીસીના અધિકારીઓ સાથે ઓવરબ્રિજની કામગીરી દરમિયાન એક તરફ ટુ વે માર્ગ અને એક તરફ વન વે માર્ગ બનાવવાની બાબતે વિચાર વિમર્શ કરી શહેરના કોલેજ રોડ તરફ પણ પુનઃ પ્લાનિંગમાં ફેરફાર કરી ટુ વે માર્ગ બનાવવાની માંગ કરાઇ છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે હવે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. તેમેન કહ્યું કે, તંત્ર દ્વારા આ મામલે કોઈ નિરાકરણ લાવવામાં નહી આવે તો કોલેજના વિધાર્થીઓ, અધ્યાપકો અને પાટણની જનતાને સાથે રાખીને કલેક્ટર કચેરી ખાતે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. 

પાટણના કોંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, રેલવે ફાટક પર બની રહેલો બ્રિજ આદર્શ સ્કૂલ બાજુ વનવે બનાવ્યો છે. યુનિવર્સિટી બાજુથી જે લોકો આવતા હોય એમને કોલેજ કેમ્પસ, આદર્શ સ્કૂલ અને એ વિસ્તારની સોસાયટીમાં જવું હોય તો તેમને રેલવે સ્ટેશન થઈ બ્રિજ નીચે ઘૂમીને જવું પડે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. એ વિસ્તારમાં સરકારી ગોડાઉન છે સ્કૂલના વિદ્યાર્થીઓ અને શાળાના બાળકોને ઘૂમીને જવુ પડશે જેથી ટ્રાફિકની સમસ્યા થશે. એના માટે મે મુખ્યમંત્રી, જીયુડીસીના ચરમેન અને કલેક્ટરને રજૂઆત કરી છે.

આજે જીયુડીસીના અધિકારીઓને સ્થળ પર બોલાવી જે આ રોડ રેલવે સ્ટેશન બાજુ ટુ-વે છે એજ રીતે આદર્શ બાજુ ટુ-વે થવો જોઈએ. ટુ-વે થાય તો જ આ વિસ્તારના લોકોને ફાયદો થાય નહી તો એક વિદ્યાર્થીને એક કીલોમીટર ફરવાનો ખર્ચ તેમજ ટ્રાફિક થશે. જોકે અધિકારીઓ માનવા તૈયાર નથી. આ બાબતે કલેકટરને રજુઆત કરી છે. પણ જો આ માર્ગ ટુવે નહીં બનાવવામાં આવે તો પાટણની જનતા અને કોલેજના વિદ્યાર્થીઓ સાથે રાખી કલેકટર કચેરી ખાતે ભૂખ હડતાળ કરી ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચરી હતી.