મુશ્કેલી@ચાણસ્મા: સરકારી બસ હાઇવે પર બગડી, મુસાફરો રઝળ્યા

અટલ સમાચાર,ચાણસ્મા મહેસાણા ચાણસ્મા હાઇવે પર બુધવારના દિવસે એક એસ.ટી. બસ ટેકનીકલ ખામીના કારણે થંભી ગઇ હતી. જેને લઇ મુસાફરોને હેરાન થવાનો વારો આવ્યો હતો. જોકે નજીકના ડેપો દ્વારા પણ બીજી બસ પહોંચાડવાની દોડધામ શરૂ કરવામાં આવી છે. પરંતુ ત્યાં સુધીમાં મુસાફરો અન્ય વાહનોનો સહારો લઇ નીકળી ગયા હતા. રક્ષાબંધનના તહેવાર ટાંણે બહેનો પોતાના ભાઇને
 
મુશ્કેલી@ચાણસ્મા: સરકારી બસ હાઇવે પર બગડી, મુસાફરો રઝળ્યા

અટલ સમાચાર,ચાણસ્મા

મહેસાણા ચાણસ્મા હાઇવે પર બુધવારના દિવસે એક એસ.ટી. બસ ટેકનીકલ ખામીના કારણે થંભી ગઇ હતી. જેને લઇ મુસાફરોને હેરાન થવાનો વારો આવ્યો હતો. જોકે નજીકના ડેપો દ્વારા પણ બીજી બસ પહોંચાડવાની દોડધામ શરૂ કરવામાં આવી છે. પરંતુ ત્યાં સુધીમાં મુસાફરો અન્ય વાહનોનો સહારો લઇ નીકળી ગયા હતા.

મુશ્કેલી@ચાણસ્મા: સરકારી બસ હાઇવે પર બગડી, મુસાફરો રઝળ્યા

રક્ષાબંધનના તહેવાર ટાંણે બહેનો પોતાના ભાઇને રાખડી બાંધવા જતી હોય છે. ત્યારે એસ.ટી. બસો અને ખાનગી વાહનોમાં તહેવાર દરમ્યાન ભારે ભીડ રહેતી હોય છે. બુધવારે બપોરના સમયે મહેસાણા-ચાણસ્મા હાઇવે પર ધિણોજ નજીક ગાંધીનગર-ડીસા એસ.ટી બસમાં ટેકનીકલ ખામી સર્જાવાથી થંભી ગઇ હતી. જેને લઇ મુસાફરોને હેરાન-પરેશાન થવાનો વારો આવ્યો હતો.

મુશ્કેલી@ચાણસ્મા: સરકારી બસ હાઇવે પર બગડી, મુસાફરો રઝળ્યા

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મહેસાણા-ચાણસ્મા હાઇવે ઉપર ઘણીવાર એસ.ટી. બસ બગડવાને કારણે મુસાફરો હેરાન થતા હોય છે. તો ડેપો દ્વારા ઘણીવાર બસ મોકલવામાં પણ વિલંબ થવાથી મુસાફરોને અન્ય ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. તહેવાર ટાંણે બસ બગડવાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.