હવામાન@ગુજરાત: ચક્રવાત તેજની સંભાવના વચ્ચે વેરાવળ બંદર પર 1 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયુ

 
Tej Cyclone

અટલ સમાચાર, ડેસ્ક

અરબી સમુદ્રમાં ખૂબ ઝડપથી લો પ્રેસર આજે ડીપ્રેસનમાં ફેરવાઇ ગયું છે અને આગામી 24 કલાકમાં પવનની ચક્રાકાર ગતિ હાલ 55-65 કિમીથી વધીને 70-80 કિમીની થઇ વાવાઝોડામાં ફેરવાશે. હવામાન વિભાગે ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડુ ટકરાવવાનું એલર્ટ આપ્યું છે જેને કારણે ગુજરાતના દરિયાકાંઠા ઉપર ભયસૂચક સિગ્નલ લગાડવામાં આવ્યા છે.

વેરાવળના બંદર પર એક નંબરનું ભયસૂચક સીગ્નલ લગાવવામાં આવ્યું છે. દરીયામાં સાયક્લોનની ભારે અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગ અનુસાર ઓમાન તરફથી સાયક્લોન આવી શકે છે જેને લઇને ગુજરાતના દરિયા કાંઠે એલર્ટ આપવામાં આવ્યું છે અને માછીમારોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર દક્ષિણ-પૂર્વ અને તેની સાથે જોડાયેલા દક્ષિણ-પશ્ચિમ અરબ સાગરમાં એક ઓછા દબાણ ધરાવતા વિસ્તારમાં દબાણ વધી ગયુ છે અને 21 ઓક્ટોબરે ચક્રવાતી તોફાનમાં બદલાઇ શકે છે. આ યમન-ઓમાનના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે પરંતુ આ તોફાનના ગુજરાત તરફ આવવાની શક્યતા બની રહી છે. જો આમ થાય છે તો અરબ સાગરમાં આ વર્ષનો બીજો ચક્રવાત હશે.