દોડધામ@સિદ્ધપુર: કોરોના પોઝીટીવે એક યુવતી સહિત 3ને શંકાસ્પદ બનાવ્યા
દોડધામ@સિદ્ધપુર: કોરોના પોઝીટીવે એક યુવતી સહિત 3ને શંકાસ્પદ બનાવ્યા

અટલ સમાચાર, સિદ્ધપુર

સિદ્ધપુરના ઈસમે મુંબઈથી ગુજરાતમાં આવી કોરોના વાયરસનો અનેકને ચેપ લગાવ્યો છે. આથી તેની સઘન પૂછપરછ અને મોબાઇલ ઉપર કરેલ વાતચીત આધારે શંકાસ્પદોની શોધખોળ થઈ છે. જેમાં સિદ્ધપુરની સિફા હોસ્પિટલમાં સારવાર માટે ગયો ત્યારે એક યુવતી સહિત ત્રણને શંકાસ્પદ બનાવ્યા છે. જેમાં બે વ્યક્તિ બનાસકાંઠા જિલ્લાના તો યુવતી મહેસાણા જિલ્લાની હોવાનું સામે આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લામાં કોરોના વાયરસનો સૌપ્રથમ પોઝીટીવ કેસ સામે આવ્યા બાદ યુદ્ધના ધોરણે તપાસ શરૂ થઈ છે. જેમાં લુકમાન નામનો વ્યક્તિ અગાઉ સિદ્ધપુરની સિફા હોસ્પિટલમાં સારવાર માટે ગયો હતો. જેથી તે હોસ્પિટલમાં હાજર ત્રણ વ્યક્તિ પણ ચેપગ્રસ્ત બન્યા હોઇ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાં ખેરાલુના રામપુરાની ચાંદની નવીન રાવલ, વડગામ તાલુકાના મજાદરનો ફૈયાઝ અમીન નાંદોલિયા અને વડગામ તાલુકાના છાપીનો યાશીન નાંદોલિયાને ચેપ લાગ્યો હોવાની આશંકા બની છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, યુવતી સહિત ત્રણને 14 દિવસ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. જોકે ત્રણેય લો રિસ્ક હેઠળ હોવાથી બનાસકાંઠા અને મહેસાણા આરોગ્ય ટીમને રાહતના સમાચાર કહી શકાય. આ દરમ્યાન પાટણના કોરોના પોઝીટીવ દર્દીની સંપર્ક હિસ્ટ્રી તપાસ હેઠળ હોઇ વધુ શંકાસ્પદો બહાર આવે તેવી સંભાવના છે. આવી સ્થિતિમાં પાટણ સહિત મહેસાણા અને બનાસકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે.