દર્દનાક@ગુજરાત: કારે એક્ટિવાને ટક્કર મારતા માતા-પુત્રના કમકમાટીભર્યા મોત, પરિજનો શોકમગ્ન

 
Botad Accident

અટલ સમાચાર, ડેસ્ક

બોટાદ જિલ્લાના ઢસા પાસે આજે સવારે પૂરપાટ ઝડપે જતી કારે એક એક્ટિવાને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક્ટિવા પર સવાર માતા-પુત્રના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. બનાવની જાણ થતાં લોકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવ સ્થળે પહોંચેલા ઘરના મોભીના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. 

ઢસા પાસે માતા-પુત્ર એક્ટિવા પર એક લૌકિક કાર્ય માટે જઇ રહ્યાં હતા. જે દરમિયાન એક કાર પૂરપાટ ઝડપે આવી હતી અને એક્ટિવાને પાછળથી અથડાઈ હતી. એક્ટિવા કારની અંદર જ ફસાઇ ગયું હતું. બનાવ સ્થળે એકઠા થયેલા લોકોએ 108 અને પોલીસને જાણ કરી હતી. જોકે 108 પહોંચે એ પહેલા જ માતા-પુત્રના મોત નીપજ્યાં હતા. પોલીસે બનાવ સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.