હડકંપ@વાપી: DRIએ MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી, 180 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

 
Vapi

અટલ સમાચાર, ડેસ્ક

ડોરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ- DRIએ વલસાડ જિલ્લાના વાપીમાં મોટી કાર્યવાહી કરી છે. DRIએ વાપીમાં એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. DRIએ સ્થળ પરથી 18 લાખ રોકડ સાથે 180 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્થળ પરથી 121.75 કિલો મેફેડ્રોન ડ્રગ પ્રવાહી સ્વરૂપે મળી આવ્યું છે. DRIએ ડ્રગ્સ મામલે મુંબઈ,વાપી અને અમદાવાદમાં કાર્યવાહી કરી છે. આ પહેલા મહારાષ્ટ્રમાંથી 400 કરોડનું ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું હતું.