દુર્ઘટના@ખેડા: નેશનલ હાઈવે પર દર્દનાક અકસ્માતમાં ડ્રાઈવરનું મોત, ટ્રકની બોડી કાપી મૃતદેહ બહાર કઢાયો
Updated: Feb 29, 2024, 12:27 IST
અટલ સમાચાર, ડેસ્ક
ખેડામાં નેશનલ હાઈવે પર અકસ્માતમાં એકનું મોત થયુ છે. જેમાં નેશનલ હાઇવે પર કન્ટેનર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. હાઇવે પર ટ્રક રોંગ સાઇડથી આવતો હોવાથી અકસ્માત થયો છે. ટ્રક ડ્રાઇવર કેબિનમાં ફસાઇ જતા મોત થયુ છે. એક ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો છે.
નડિયાદ આણંદ વચ્ચે આવેલ ભૂમેલ રેલવે બ્રીજ પર કન્ટેનર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. જેમાં અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયુ છે. તેમજ અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. આણંદ તરફ જઈ રહેલ ટ્રક ડિવાઈડર સુધી રોંગ સાઈડે આવી જતા સામેથી આવી રહેલ કન્ટેનર સાથે અથડાતા અકસ્માત સર્જાયો છે. જેમાં અકસ્માત થતા ટ્રક ડ્રાઇવર ટ્રકની કેબીનમાં ફસાયો હતો. જેમાં અકસ્માતની જાણ થતા નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ કરવા ઘટના સ્થળે પહોંચી હતી.