નિર્ણય@પંચમહાલ: ભારે વરસાદને કારણે શાળાઓમાં રજા જાહેર, અહીં સૌથી વધુ 10 ઇંચ વરસાદ

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં મેઘરાજાએ ઓગસ્ટ મહિનાના વિરામ બાદ સપ્ટેમ્બરમાં ધમાકેદાર પુનરાગમન કર્યું છે. ગુજરાતના 175 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં 100 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદનો નોંધાયો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા અને શહેરામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
પંચમહાલના ગોધરા અને શહેરામાં 10-10 ઇંચ વરસાદ ખાબક્યો હતો. પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદને કારણે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં એક દિવસની રજા જાહેર કરાઈ છે.
મહીસાગર જિલ્લામાં વરસાદી આફતને કારણે કડાણા ડેમની વધતી જળ સપાટીના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસ્યા હતા જેને કારણે ખાનપુરના નદી કાંઠા ના ગામોના લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. ખાનપુર તાલુકા વિકાસ અધિકારી અને બાકોર પોલીસ ની મદદ થી અંદાજીત 50 લોકોનું સ્થળાંતર કરાયું હતું.લુણાવાડા અને કોઠબા વિસ્તારમાં પણ સ્થાનિક પોલીસ દ્વારા અસરગ્રસ્ત લોકોની મદદ કરવામાં આવી હતી.