આગાહી@ગુજરાત: અંબાલાલ પટેલે કહ્યું આ તારીખો દરમ્યાન આંધી-વંટોળ-ગરમી સાથે વરસાદની શક્યતા

અટલ સમાચાર, ડેસ્ક
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એપ્રિલમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, તેમણે 3 એપ્રિલથી ઉનાળાની સાથે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, તારીખ 3-8 અને 10 દરમિયાન ગુજરાતમાં વાદળો ફરી આવવાની શક્યતા છે. 14 તારીખ સુધીમાં પુનઃ આંધી, વંટોળ અને ગરમી સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. કરા પડવાની પણ શક્યતા છે.

અંબાલાલ પટેલે અખાત્રીજ વખતે પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરીને જણાવ્યું છે કે, આ પલટાઓ છે તે ચાલુ જ રહેશે. મે મહિનામાં 8મીએ આંધી-વંટોળ આવશે, જેનાથી બાગાયતી પાકને નુકસાન થઈ શકે છે. આમ છતાં આ વખતે ગરમી વધારે પડવાની સંભાવના અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે. અંબાલાલ પટેલે કેરીના પાક પર પણ હવામાનની અસર થવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે આંધી-વંટોળના કારણે કેરીના પાકને વધુ નુકસાન થવાની સંભાવના તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેરીના પાક પર આ વખતે માઠી અસર થવાની શક્યતાઓ રહેલી છે.