ચોંક્યાં@રાજકોટ: અંધશ્રદ્ધામાં હેવાન બન્યો પિતા, ધૂળેટીએ પરિવાર પર જ કર્યો છરીથી હુમલો, 3 માસની દીકરીનું મોત

 
Rajkot Police

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટ શહેરના ઇન્દિરા સર્કલ પાસે આવેલા જનતા એપાર્ટમેન્ટમાં વહેલી સવારે પિતાએ પોતાના જ પરિવારજનો પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્રણ માસની દીકરી લક્ષ્મીનું સમગ્ર બનાવમાં મૃત્યુ નિપજ્યું છે. જ્યારે કે ચાર વર્ષનો પુત્ર નિયત તેમજ 25 વર્ષીય બસંતી નામની પત્નીને પણ છરી મારી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ સમગ્ર મામલે બંને ઘાયલ માતા-પુત્રને હાલ સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. બીજી તરફ, સમગ્ર બનાવની સ્થાનિક પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, સમગ્ર બનાવ વહેલી સવારે 4:30 વાગ્યા આસપાસ બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

રાજકોટમાં અંધશ્રદ્ધામાં એક પરિવારનો માળો વિખેરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. અંધશ્રદ્ધામાં હેવાન બનેલા પિતાએ બે સંતાન અને પત્ની પર છરીથી હુમલો કર્યો હતો. પિતાના હુમલામાં 3 વર્ષની દીકરીનું મોત થયું છે. 4 વર્ષનો પુત્ર અને પત્ની ગંભીર રીતે ઘાયલ છે. જ્યારે માતા અને પુત્ર હાલ સારવાર હેઠળ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અજંતા એપાર્ટમેન્ટમાં વહેલી સવારે સાડા ચાર વાગ્યે પિતાએ પરિવારજનો પર હુમલો કર્યો હતો. જે બાદ આરોપી પિતા પ્રેમસંગ નેપાળીની અટકાયત કરવામાં આવી છે. સાથે જ મૃતક બાળકીની માતા બસંતીનું નિવેદન સામે આવ્યું છે. તેનું કહેવું છે કે, પતિ પ્રેસસંગને 'માતાજી' આવતા હતા. માતાજીએ કહ્યું હતું કે, પરિવારને મારી નાખ. નોંધનીય છે કે, આરોપી પતિ વાહનો સાફ કરવાનો કામ કરતો હતો.