બ્રેકિંગ@ગુજરાત: વહેલી પરોઢે અહી 3.1ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ

 
Earthquake

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં ફરી એકવાર ભૂંકપનો આંચકો અનુભવાયો છે. અમરેલીમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. અમરેલી જિલ્લામાં ભૂકંપના સતત આંચકા આવતા હોય છે તો આજે સવારે 0.06 કલાકે અમરેલીથી ફરીથી ભૂકંપ નોંધાયો છે. અમરેલીથી 44 KM દૂર કેન્દ્રબિંદુ નોંધાયુ છે.

છેલ્લા ઘણાં સમયથી અમરેલીનાં ખાંભા અને સાવરકુંડલા વિસ્તારમાં ભૂકંપના હળવા આંચકા આવતા રહે છે. આજે સવારે પણ અમરેલીથી 44 કિમી પશ્ચિમમાં ભૂકંપનો 3.1ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. જોકે, સદનસીબે આ વિસ્તારોના કોઇ ગામડામાં ભૂકંપનો અનુભવ થયો હોય તેવા સમાચાર મળી નથી રહ્યા.

નોંધનીય છે કે, અમરેલી જિલ્લાના ગીરકાંઠાના વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી ભૂકંપના આંચકાઓ આવતા રહે છે. આ વિસ્તારના લોકો ભૂકંપનાં અને વન્ય પ્રાણીઓના ડર વચ્ચે સતત રાત્રીનો સમય ઘરની બહાર વીતાવતા થયા છે. આ ભૂકંપમાં આંચકાને લઇ સાવરકુંડલા તથા ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં સતત ડરનો માહોલ છવાયો છે.