શિક્ષણઃ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર, તૈયારી માટે 3 મહિના જેટલો સમય

આ પરીક્ષાની તારીખનો આગામી કાર્યક્રમ પરીક્ષાની તારીખના 15 દિવસ પહેલાં જાહેર થશે. જોકે, પરીક્ષાની તારીખ વર્ષ 2022માં રાખવામાં આવી છે.
 
file photo

આ પરીક્ષા આગામી 13મી ફેબ્રુઆરી 2022ના રોજ બપોરે 12-2ના રોજ યોજાશે. આ પરીક્ષાની જાહેરાત વર્ષ 2018માં થઈ હતી અને ત્યારબાદ વિવાદોમાં સપડાઈ જતા ઠેલાઈ ગઈ હતી.

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં લાખો ઉમેદવારો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે બિન સચિવાલય કલાર્કની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે. આ પરીક્ષાની તારીખનો આગામી કાર્યક્રમ પરીક્ષાની તારીખના 15 દિવસ પહેલાં જાહેર થશે. જોકે, પરીક્ષાની તારીખ વર્ષ 2022માં રાખવામાં આવી છે. એટલે કે આ પરીક્ષા માટે 3 મહિનાનો સમય મળશે. આ પરીક્ષા આગામી 13મી ફેબ્રુઆરી 2022ના રોજ બપોરે 12-2ના રોજ યોજાશે. આ પરીક્ષાની જાહેરાત વર્ષ 2018માં થઈ હતી અને ત્યારબાદ વિવાદોમાં સપડાઈ જતા ઠેલાઈ ગઈ હતી.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષઆ એમસીક્યૂ અને ઓએમઆર (MCQ-OMR) પદ્ધતિથી લેવાશે. આ પરીક્ષામાં ભગ લેવા માટે આ પોર્ટરલ https://gsssb.gujarat.gov.in/ પર નજર રાખતી રહેવાની સૂચના આપવામાં આવી છે. જો આ પરિક્ષા અંગે ગૌણસેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ જાહેરાત સીધી પરિક્ષા અંગેની જ છે. જેમાં કોઇ નવો વિદ્યાર્થી ફોર્મ ભરી શકશે નહી. જે વ્યક્તિએ અગાઉ રદ્દ થયેલી પરીક્ષા સમયે ફોર્મ ભર્યું હશે તે જ વ્યક્તિ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે અને તે જ વ્યક્તિ પરીક્ષા આપી શકશે.

https://www.facebook.com/569491246812298/

વર્ષ 2018માં ભરતી રદ્દ થયા બાદ છેલ્લા બે વર્ષ દરમિયાન લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા માટે પાત્ર થયા છે. જોકે, ભરતી બોર્ડ દ્વારા જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તેમને જ પરીક્ષા આપવાની પરવાનગી આપવામાં આવશે. આમ કદાચ નવા ઉમેદવારોએ આ ભરતી માટે હવે લાંબી રાહ જોવા પડશે. આ પરીક્ષાની તારીખોની જાહેરાત આજે 22મી નવેમ્બરે થઈ છે. આજથી ગણીને 13મી ફેબ્રુઆરી સુધીમાં તૈયારી કરી અને પરીક્ષા આપવા માટે કુલ 83 દિવસનો સમય છે. 83માં દિવસે પરીક્ષા આપવાની રહેશે.