સુવિધા@અમદાવાદ: AMTS દ્વારા ફરી એકવર બાલા હનુમાન એક્સપ્રેસ બસ શરૂ કરવામાં આવી
Updated: Oct 19, 2023, 16:46 IST
અટલ સમાચાર, ડેસ્ક
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એએમટીએસ દ્વારા ફરીથી બાલા હનુમાન એક્સપ્રેસ બસ શરૂ કરવામાં આવી રહી છે. ગુરુવારે સવારે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ બસ કોટ વિસ્તારમાં ફરશે. ભદ્રકાળીથી ઉપડી ભદ્રકાળી મંદિર પરત ફરશે. બસના રૂટની વાત કરીએ તો ત્રણ દરવાજા, પાનકોર નાકા, બાલા હનુમાન, ખાડિયા, પાંચકુવા, કાલુપુર રેવડી બજાર, રીલીફ રોડ થઈ ભદ્રકાળી પરત ફરશે. દર 10 મિનિટે બસ મળશે.
મહત્વનું છે કે, આ બસમાં પાંચ રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે. તંત્ર દ્વારા બે બસ દોડાવવામાં આવશે બસની કેપેસિટી 25 મુસાફરોની રહેશે. અગાઉ આ બસ શરૂ કરવામાં આવી હતી પરંતુ કોરોના કાર્ડ બાદ તે બંધ કરી દેવામાં આવી. હવે ફરી બસ શરૂ કરવામાં આવી છે ત્યારે તે કેટલો સમય ચાલે છે તે જોવું રહ્યું કારણ કે આ વિસ્તારમાં દબાણનો મોટો પ્રશ્ન છે.