રાજનીતિ@ડભોઇ: તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈ સભ્યોએ શરૂ કર્યું લોબિંગ

 
Dabhoi Taluka Panchayat

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યની ડભોઇ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે. મળતા અહેવાલ પ્રમાણે આગામી 14 સપ્ટેમ્બરના રોજ નાયબ કલેકટર ચૂંટણી કરશે. હાલ પ્રમુખ, ઉપપ્રમુખ માટે લોબિંગ શરૂ કરવામાં આવ્યુ છે. 

ડભોઇ તાલુકા પંચાયતમાં એસ.સી સીટ આવતા પ્રમુખ પદ માટે રાજેન્દ્ર તડવી, ગણપત વસાવા, અરવિંદ તડવી પ્રબળ દાવેદાર જોવા મળી રહ્યા છે. જો મહિલાને પ્રમુખ બનાવવામાં આવે તો પ્રેરણા વસાવાનું નામ ફાઇનલ કરવામાં આવ્યુ છે.