ચિંતા@ગુજરાત: દિવાળી પહેલા અહીં કોરોનાની એન્ટ્રી, સિવિલમાં કોવિડ પોઝિટીવ દર્દી દાખલ
અટલ સમાચાર, ડેસ્ક
વલસાડમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવનો એક દર્દી દાખલ કરવામાં આવ્યો છે. મૂળ નવસારીના રૂમલા ગામના એક વ્યક્તિ ને સારવાર માટે પ્રથમ વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તપાસ કરતાં દર્દીનો ટેસ્ટ કરાવતા તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવતા તેમને તાત્કાલિક સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે.
આમ પાંચ મહિના બાદ ફરી એક વખત કોરોનાનો પ્રથમ કેસ નોંધાતા જિલ્લાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જોકે દર્દી મૂળ નવસારીના રૂમલા ગામનું છે તેમ છતાં વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. મહત્ત્વપૂર્ણ છે કે, પાંચ મહિના સુધી વલસાડ જિલ્લામાં કે સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. પરંતુ પાંચ મહિના બાદ ફરી એક વખત સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં કોરોના પોઝિટિવ દર્દી દાખલ થતાં જ સિવિલ નું તંત્ર પણ સતર્ક થયું છે.