મહામારીઃ ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, એક જ દિવસમાં 7476 કેસ નોંધાયા, 3 લોકોના મોત

બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા ના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યા માં યોજી શકાશે.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 7476 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે રાજ્યમાં આજે નોંધાયેલા કેસનો આંકડો ચિંતાજનક છે (Gujarat Covid-19 cases) કોરોના વાયરસના કેસ વધવાની સાથે આજે 3 મોત થયા છે. અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ આજે રાજ્યમાં 2704 દર્દી સાજા થયા છે. અમદાવાદ શહેરમાં 2861 , સુરત શહેરમાં 1988 , વડોદરા શહેરમાં 551, વલસાડમાં 189 , રાજકોટ શહેરમાં 244, ભાવનગર શહેરમાં 136, સુરત જિલ્લામાં 136, ગાંધીનગર શહેરમાં 135, કચ્છમાં 121, મહેસાણામાં 108, ભરૂચમાં 92, આણંદમાં 88, જામનગર શહેરમાં 82, રાજકોટમાં 75, ખેડામાં 71, નવસારીમાં 69 કેસ નોંધાયા છે.

મોરબીમાં 57, સાબરકાંઠામાં 56, વડોદરામાં 55,. ગાંધીનગર, જામનગર જિલ્લામાં 47-47, અમાવાદ, સુરેન્દ્રનગર જિલ્લામાં 42-42, પંચમહાલમાં 24, જૂનાગઢ શહેરમાં 23, અમરેલીમા, બનાસકાંઠામાં 21-21, મહીસાગરમાં 20, ગીરસોમનાથમાં 19, ભાવનગરમાં 16, દ્વારકામાં 15, દાહોદમાં 9, નર્મદામાં 5, અરવલ્લીમાં 3, જૂનાગઢમાં 3, તાપીમાં 3. ડાંગમાં 1, પોરબંદરમાં 1 રાજ્યમાં એક્ટિવ કેસનો આંક 37238 પર પહોંચી ગયો છે. જૈ પૈકીના 34 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે કુલ 8,28, 406, દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે.રાજ્યમાં કુલ મૃત્યુ આંક 10132 છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

મોરબીમાં 57, સાબરકાંઠામાં 56, વડોદરામાં 55,. ગાંધીનગર, જામનગર જિલ્લામાં 47-47, અમાવાદ, સુરેન્દ્રનગર જિલ્લામાં 42-42, પંચમહાલમાં 24, જૂનાગઢ શહેરમાં 23, અમરેલીમા, બનાસકાંઠામાં 21-21, મહીસાગરમાં 20, ગીરસોમનાથમાં 19, ભાવનગરમાં 16, દ્વારકામાં 15, દાહોદમાં 9, નર્મદામાં 5, અરવલ્લીમાં 3, જૂનાગઢમાં 3, તાપીમાં 3. ડાંગમાં 1, પોરબંદરમાં 1 રાજ્યમાં એક્ટિવ કેસનો આંક 37238 પર પહોંચી ગયો છે. જૈ પૈકીના 34 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે કુલ 8,28, 406, દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે.રાજ્યમાં કુલ મૃત્યુ આંક 10132 છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરીકોના વ્યાપક આરોગ્ય હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આ ફેરફારો આવતીકાલે એટલેકે તારીખ 12 મી જાન્યુઆરી 2022 થી અમલમાં આવશે અને અને તારીખ 22 મી જાન્યુઆરી 2022 ના સવારે 06:00 વાગ્યા સુધી અમલમાં અમલમાં રહેશે. કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય મુજબ રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ,ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે.

બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા ના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યા માં યોજી શકાશે. રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. આવા લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાના રહેશે  રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જારી કરવામાં આવેલી ગૃહ વિભાગની માર્ગદર્શિકા ની અન્ય બાબતો આગામી 22 જાન્યુઆરી 2022 ના સવારે 06:00 સુધી અમલમાં રહેશે