ચેતજો@ગુજરાત: મોબાઈલની જાહેરાત આપી બોક્સમાં સાબુ મોકલી છેતરપિંડી કરતો ઈસમ ઝડપાયો

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

અમરેલી એસ.ઓ.જીએ મિશો એપ્લિકેશન દ્વારા થતા ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. મોબાઈલમાં 999મા મોબાઈલની જાહેરાત આપીને મોબાઈલની જગ્યાએ સાબુ મોકલાવતા શખ્સની અટકાયત કરી છે.

અમરેલીના અયોધ્યા રેસીડેન્સીમાં રૂમ નંબર 307માંથી મુદ્દામાલ સાથે અટકાયત કરવામા આવી છે. ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં મોબાઈલની જગ્યાએ સાબુ મોકલાવતા ચીટરનો પર્દાફાશ થયો છે. અમરેલી એસ.ઓ.જીએ મીતિન દિનેશ ધોરાજીયાની કપડાં ધોવાના સાબુ, સ્ટીકર સહિતનો મુદ્દામાલ સાથે ધરપકડ કરી કરી છે.

આરોપી Meesho એપ્લીકેશન મારફતે, જુદી-જુદી કંપનીના મોબાઇલ ફોનની જાહેરાત આપી ઓર્ડર મેળવી લેતો હતો. બોક્સમાં સાબુ રાખી પેકીંગ કરી ડીલેવરી કરતા ઈસમને ડીલેવરી માટે તૈયાર કરેલા ૨૫૦થી વધુ ફોનના બોક્સ સાથે ઝડપી લઇ ઓનલાઇન ફ્રોડનો પર્દાફાસ કરવામાં આવ્યો છે.