ઘટસ્ફોટ@વડોદરા: હરણી તળાવ બોટ કાંડના મુખ્ય આરોપી પરેશ શાહના પુત્રને લઈ મોટો ખુલાસો
અટલ સમાચાર, ડેસ્ક
વડોદરામાં હરણી તળાવ ખાતે ગોઝારી ઘટનામાં 12 માસૂમ અને 2 શિક્ષિકા સહિત કુલ 14 ના મોત નીપજ્યા હતા. આ હચમચાવે એવી ઘટનામાં હવે મોટા અપડેટ સામે આવ્યા છે. આ કાંડમાં મુખ્ય આરોપી પરેશ શાહની ધરપકડ કરવામાં આવી હતી. હવે તેમના પુત્ર વત્સલ શાહ કે જેનું નામ પણ હરણી હત્યાકાંડમાં આરોપી તરીકે નામ છે તેણે લગતા મોટા સમાચાર સામે આવ્યા છે.
વડોદરા હરણી કાંડના આ મુખ્ય આરોપીના પુત્ર વત્સલ શાહ કે જેઓ પણ આ કાંડમાં આરોપી છે, તેમના જૂના રાઝ બહાર આવ્યા છે. આ હરણી કાંડમાં આરોપી એવો વત્સલ શાહ પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેવી બાબત હવે સામે આવી છે. આ નબીરો વત્સલ શાહ વર્ષ 2021માં જુગાર રમતા પકડાયો હતો. તે તેના 10 મિત્રો સાથે જુગાર રમતા પોલીસના હાથે ઝડપાયો હતો. જુગારિયા વત્સલ અને તેના મિત્રો પાસેથી 75 હજારનો મુદ્દામાલ મળ્યો હતો તેને કારણે કોર્ટે તે સમયે વત્સલ શાહ સહિત તમામને 1-1 હજારનો દંડ ફટાકાર્યો હતો.
કોણ છે પરેશ શાહ ?
અહી નોંધનીય છે કે, હરણી કાંડના મુખ્ય આરોપી એવા પરેશ શાહનો પુત્ર વત્સલ શાહ હજી પણ પોલીસની પકડથી બહાર છે, ત્યારે આ મુખ્ય આરોપી પરેશ શાહ વિશે વાત કરીએ તો શાહ કોટિયા કંપનીનો પડદા પાછળનો મુખ્ય વહીવટદાર છે. જોકે વહીવટદાર હોવા છતાં રેકોર્ડ પર તેનું ક્યાંય નામ નથી. ભાજપ (BJP) ના આગેવાનો સાથે તેની સાંઠગાંઠ હોવાનો પણ આરોપ છે. પરેશના ઇશારે તળાવની જગ્યા પર પુરાણ કરી રેસ્ટોરાં પણ ઉભી કરાઇ છે. તળાવનો વહીવટ કરતા કર્મચારીઓના મોબાઇલની ચેટ (Mobile’s Chat) માં આ ખુલાસો થયો છે. સાથે જ પરેશ શાહને રોજેરોજનો હિસાબ અપાતો હોવાનો પણ ખુલાસો થયો છે.
અત્યાર સુધી કેટલા આરોપીઓ પકડાયા ?
બિનિત કોટિયા
ગોપાલ શાહ
ભીમસિંહ યાદવ
શાંતિલાલ સોલંકી
નયન ગોહિલ
અંકિત વસાવા
વેદ પ્રકાશ યાદવ
રશ્મિકાંત પ્રજાપતિ
પરેશ શાહ