એલર્ટ@કચ્છ: જખૌના દરિયાઇ વિસ્તારમાંથી બીજી વખત વિસ્ફોટક સેલ મળ્યો, એજન્સીઓ સતર્ક
Updated: Aug 26, 2023, 14:08 IST
અટલ સમાચાર, ડેસ્ક
જખૌના દરિયાઇ વિસ્તારમાંથી સતત બીજી વખત વિસ્ફોટક સેલ મળતા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. અબડાસા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાથી ગત 17 ઓગસ્ટના વિસ્ફોટક સેલ મળી આવ્યા બાદ સ્ટેટ આઈબી અને જખૌ મરીન પોલીસને સૈયદ સુલેમાન પીર નજીકના દરિયાકાંઠેથી બિનવારસી વિસ્ફોટક સેલ મળી આવ્યો છે.
દરિયાકાંઠાના શિયાળ ક્રિક અને સૈયદ સુલેમાન પીર કાંઠા વિસ્તારમાં સ્ટેટ આઈબી અને જખૌ મરીન પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મોડી સાંજના સમયે વિસ્ફોટક સેલ દરિયાકાંઠે બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. સતત બીજીવાર વિસ્ફોટક સેલ મળી આવતા તમામ એજન્સીઓ સતર્ક બની ગઈ છે.