કાર્યવાહી@સુરેન્દ્રનગર: 6 દુકાનોમાં દેહવ્યાપારના ગોરખધંધાનો પર્દાફાર્શ, 6 ઈસમ ઝડપાયા

 
Surendranagar

અટલ સમાચાર, ડેસ્ક

સુરેન્દ્રનગરમાં ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. વિગતો મુજબ ચોટીલા હાઇવે પર આવેલા એક કોમ્પ્લેક્ષમાં ચાલતાં કૂટણખાના પર પોલીસે દરોડા પાડ્યા છે. અહીં ચાલતા બદકામ પર પોલીસે દરોડા પાડી સંચાલક, ગ્રાહક સહિત છ લોકોને ઝડપી પાડ્યા હતા. સાથે જ મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. દરોડા બાદ પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ચોટીલા હાઇવેના કોમ્પલેક્ષમાં LCB પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં 6 દુકાનોમાં દેહવ્યાપારનો ગોરખધંધો ધમધમતો હોવાનું સામે આવ્યું છે. 8 હજારમાં 6 દુકાનો ભાડે રાખી કૂટણખાનું ચલાવવામાં આવતું હતું. પોલીસે દરોડા દરમિયાન સંચાલક અને ગ્રાહક સહિત 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. સાથે જ 4.35 લાખનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે. જે બાદ પોલીસે જગ્યા ભાડે આપનાર શખ્સને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

સૂત્રોએ જણાવ્યું છે કે, આ કાર્યવાહી દરમ્યાનવાપી, સુરત, કોલકાતા સહિતના શહેરોની પાંચ રૂપલલનાઓ પણ ઝડપાઈ છે. અગાઉ પણ આવી રીતે ચાલતાં કૂટણખાના પર પોલીસ તવાઇ બોલાવી ચૂકી છે. મોટાભાગે અન્ય શહેરોમાંથી રૂપલલનાઓને બોલાવી ગોરખધંધો ચલાવવામાં આવતું હોવાનું સામે આવતું હોય છે. ત્યારે હવે પોલીસ દ્વારા ચોટીલા હાઇવે પરથી ઝડપાયેલા કૂટણખાના મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.