કાર્યવાહી@માતર: ડુપ્લીકેટ ENO પાવડર બનાવીને પાઉચમાં પેકિંગ કરતી ફેક્ટરી ઝડપાઈ, બે લાખનો મુદ્દામાલ જપ્ત

 
Eno

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં નકલી તેલ, નકલી ઘી, નકલી હળદર પછી હવે ખેડામાંથી નકલી ઈનો બનાવવાની ફેક્ટરી ઝડ઼પાઈ છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરનારા તત્વો વિરુદ્ધ કોઈ સખ્ત કાયદો ઘડાશે કે નહીં તે હવે જોવાનું રહ્યું. મધ્ય ગુજરાતનું મોટુ શહેર ખેડા જાણે ડુપ્લિકેટે ખાદ્યપદાર્થોનું હબ બનતું જોવા મળી રહ્યુ છે. ખેડા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ફરી એક વખત ઊંઘતું ઝડપાયું છે. કારણ કે ડુપ્લિકેટ ઘી, હળદર બાદ હવે ખેડામાંથી ઈનોની ડુપ્લીકેટ ફેક્ટરી ઝડપાઈ છે. 

માતર જીઆઈડીસીમાં આવેલી એક ફેક્ટરીમાં ENO જેવો જ પાવડર બનાવી તેને ઓરિજનલ જેવા પાઉચમાં પેકિંગ કરાયુ હતું. નોંધનીય છે કે ડુપ્લીકેટ ઘીના કેસનો એક મહિનો વીત્યો છતાં કાર્યવાહીના નામે મીંડું જોવા મળ્યું છે, તો બીજી તરફ છ મહિના પહેલા ડુપ્લીકેટ હળદર બનવતી ત્રણ ફેકટરી નડીઆદ પોલીસે ઝડપી હતી. આ મામલે માતર પોલીસ મથકે ENO કંપનીના કર્મચારીએ કોપીરાઈટની ફરિયાદ નોંધાવી છે, તો બીજી તરફ માતર પોલીસે ENOના 22 હજાર 200 ડુપ્લીકેટ પાઉચ જપ્ત કરી બે લાખ 22 હજારનો મુદ્દામાલ ઝડપ્યો છે. અમદાવાદ, રાજસ્થાન અને યુપીના એક એક શખ્સોને ઝડપ્યા છે, અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.