ગંભીર@સુરેન્દ્રનગર: નકલી દવાખાનું ઝડપાયું, વગર ડિગ્રીએ સારવાર કરતા શખ્સનો વીડિયો વાયરલ
Dec 14, 2023, 14:20 IST
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં જાણે નકલીનો વેપલો ફાટી નીકળ્યો હોય તેમ લાગી રહ્યું છે, અત્યાર સુધી રાજ્યમાંથી નકલી કચેરી, નકલી સરકારી અધિકારી, નકલી ઘી, નકલી તેલ બાદ હવે સુરેન્દ્રનગર જિલ્લાના જેસડા ગામે નકલી દવાખાનું ચાલતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. જ્યાં ડીગ્રી વગર જ યુવકે રહેણાંક મકાનમાં દવાખાનું ખોલી નાખ્યું હતું. સૌથી મોટો સવાલ એ સામે આવ્યો છે કે અહિંયા આવતા દર્દીઓને દવાઓ પણ આપવામાં આવતી હતી.
આ શખ્સ બિમાર લોકોને નકલી દવાખાનામાં દાખલ કરીને તેની સારવાર પણ કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. આ બાબતની ગંભીરતા જોઈને ગ્રામજનોએ આ નકલી દવાખાનાનો વીડિયો ઉતારીને સોશિયલ મિડીયા પર વાઈરલ કર્યો હતો, તો આ દ્રશ્યો જોઈને એક સવાલ ચોક્કસથી થાય કે જો આ નકલી ડોક્ટરના ઈલાજના લીધે કોઈ નિર્દોષ વ્યકિતનો જીવ જશે તો તેનું જવાબદાર કોણ રહેશે?