સ્પોર્ટસ@અમદાવાદ: વિરાટ કોહલીને સ્ટેડિયમની બહાર જોઇને ચોકી ગયા ફેન્સ, જાણો શું છે સત્ય ?

 
Virat Kohli duplicate

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપ 2023નો મહામુકાબલો રમાવાનો છે. આ મેચ પહેલા ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફેન્સ પોતાના ફેવરિટ ક્રિકેટરને જોવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પહોંચ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના રન મશીન વિરાટ કોહલીનો ફેન્સ પણ અમદાવાદમાં ભારત અને પાકિસ્તાનની મેચ જોવા માટે પહોંચ્યો છે. વિરાટ કોહલીના હમશકલને જોઇને ફેન્સ ચોકી ગયા હતા અને તેમની સાથે તસવીરો ખેચાવી હતી. મહત્ત્વપૂર્ણ છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે બપોરે 2 કલાકથી મેચ શરૂ થશે.

વિરાટ કોહલીના ફેન્સને પાકિસ્તાન સામે સદી ફટકારે તેવી ઇચ્છા વ્યક્ત કરી છે. કોહલીના હમશકલે કહ્યું- “પાકિસ્તાન માત્ર એક નામથી કાંપે છે અને તે છે કોહલી. પાકિસ્તાન સામે કોહલીનો રેકોર્ડ બધાને ખબર છે. આજે કોહલી સદી મારશે. કોહલી બીજી મેચમાં અફઘાનિસ્તાન સામે સદી ફટકાર્યા પહેલા જ આઉટ થઇ ગયો હતો અને અફઘાનિ્સતાને ટાર્ગેટ ઓછો આપ્યો હતો અને તેનું દુ:ખ હતું. કોહલી આજે સદી મારશે અને મજા આવશે.”

વિરાટ કોહલી વર્લ્ડકપ 2023માં સારા ફોર્મમાં જોવા મળ્યો છે. બે મેચમાં વિરાટ કોહલીએ બે અડધી સદી ફટકારી છે. વિરાટ કોહલીનું બેટ પાકિસ્તાન સામે બોલે છે. વિરાટ કોહલી વર્લ્ડકપમાં પણ પાકિસ્તાન સામે સદી ફટકારી ચુક્યો છે. વિરાટ કોહલી પાકિસ્તાન સામે વન ડેમાં 15 વખત મેદાનમાં ઉતર્યો છે. આ દરમિયાન તેને 55.16ની એવરેજ અને 100ના સ્ટ્રાઇક રેટ સાથે 662 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે 3 સદી અને 2 અડધી સદી ફટકારી છે. વન ડે વર્લ્ડકપમાં વિરાટ કોહલીએ પાકિસ્તાન વિરૂદ્ધ ત્રણ મેચ રમી છે. આ દરમિયાન તેને 64.33ની એવરેજ સાથે 193 રન બનાવ્યા છે. વર્ષ 2015માં પાકિસ્તાન સામે વિરાટ કોહલીએ સદી ફટકારી હતી.