કૃષિજગત@ઊંઝા: APMCમાં જીરુંના ભાવ ઊંચા બોલાતા ખેડુતોમાં ખુશી, જાણો એક જ ક્લિકે
અટલ સમાચાર, ડેસ્ક
એશિયાના સૌથી મોટા ગંજબજાર ઊંઝા માર્કેટ યાર્ડમાં મસાલા સહિતની જણસી જેવી જીરું, વરીયાળી અને ઈસબગુલની આવક વધી રહી છે. જેની સામે આજે અજમાની આવક પણ જોવા મળી હતી. હવે છૂટા છવાયા ખેડૂતો અજમો અને જીરુંના વેચાણ માટે માર્કેટ યાર્ડમાં આવે છે. યાર્ડમાં હાલ જીરુંનાં સારા ભાવ મળ્યા છે.
ઊંઝા ગંજબજારમાં આજ રોજ જીરૂંના ભાવ 12,340 સુધી પહોંચ્યા હતા. જીરુંના ઉંચા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. યાર્ડમાં જીરું ,રાયડા અને વરીયાળીનાં ખેડૂતોને ભાવ વધતાં સારા ભાવ મળ્યા હતા. ઊંઝા ગંજબજારમાં અજમાની સીઝન અંદાજીત 2000 થી 2500 બોરીની આવક રહેવા પામી છે.
અજમાના ભાવ ગત વર્ષે રૂપિયા 1200 થી 2800 સુધીના જોવા મળ્યા હતા. જ્યારે મહિના પહેલા અજમાના ભાવ રૂપિયા 2000 થી 2400 રૂપિયા સુધીના રહ્યા હતા. જ્યારે આજે અજમાના ભાવ સરેરાશ રૂપિયા 3100 થી 3850 સુધીના જોવા મળ્યા હતા. યાર્ડમાં અજમાના ભાવમાં રૂપિયા 600 નો વધારો થયો છે.
અજમાની આવક મહેસાણા જિલ્લામાંથી આવી રહી છે. જ્યારે છેલ્લા એક માસમાં અજમાના ભાવમાં રૂપિયા 600 નો સુધારો જોવા મળ્યો હતો.સાથે સાથે આજે ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરૂંના ભાવ 10,400 રૂપિયા પ્રતિ મણ અને ઊંચા ભાવ રૂપિયા 12340 પ્રતિ મણ બોલાયા હતા.વરીયાળીનો ભાવ 3255 થી 5200 જોવા મળ્યો હતો. વરિયાળીના ભાવમાં પણ 800 નો વધારો નોંધાયો છે.