આગાહી@ગુજરાત: ઉનાળા પહેલા ગરમીનો અહેસાસ, હવામાન વિભાગે શું કહ્યું ?

 
Summer

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં શિયાળાની સિઝન પૂરી થવા આવી રહી છે. ઉનાળો શરુ થયો નથી તેમ છતાં પણ ઉનાળાની ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. ઉત્તર ઉતરપૂર્વના પવનો ફૂંકાય રહ્યા છે. સૂકા પવનો ફૂંકાય રહ્યા છે. મહત્તમ તાપમાન ધીમે-ધીમે વધી રહ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં સુર્યનો પ્રકોપ વધી રહ્યો છે. જેના કારણે ફેબ્રુઆરી મહિનામાં ઠંડા રહેતા શહેરો તપવા લાગ્યા છે અને 50 વર્ષના ફેબ્રુઆરી મહિનાનું સૌથી ઊંચું તાપમાન નોંધાયું છે. પરંતુ આગામી 3 દિવસ બાદ 2થી 3 ડીગ્રી તાપમાન ઘટશે.

હવામાન વિભાગ દ્વારા અનુમાન જાહેર કરવામાં આવ્યું છે કે, રાજયમાં ઉતર-ઉતરપૂર્વના પવનો ફૂંકાય રહ્યા છે અને આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે. સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતમાં મહત્તમ તાપમાન 37થી 39 ડીગ્રી આસપાસ નોંધાશે. 3 દિવસ બાદ 2થી 3 ડીગ્રી તાપમાન નીચું જવાની શક્યતા છે અને વાતાવરણ સુકુ રહેશે. આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 37 ડીગ્રી આસપાસ રહેશે.

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં મહત્તમ તાપમાન 5થી 7 ડીગ્રી વધી ગયુ છે. ભુજનું મહત્તમ તાપમાન એક સપ્તાહ પહેલા 32.9 ડીગ્રી હતી. જે વધુની 38.6 ડીગ્રીએ પહોંય્યું છે. જ્યારે ડીસાનું મહત્તમ તાપમાન 30.9 હતું. જે 38.2 ડીગ્રીએ પહોચ્યું છે. પોરબંદરનું મહત્તમ તાપમાન 34.6 હતું, જે 39 ડીગ્રીએ પહોચ્યું છે. સાથે લઘુતમ તાપમાન પણ વધી રહ્યું છે. જેના કારણે ફેબ્રુઆરી મહિનામાં લોકો ગરમીથી શેકાય રહ્યા છે.