દુર્ઘટના@વડોદરા: દવા બનાવતી કંપનીમાં અચાનક લાગી વિકરાળ આગ, ફાયરની ટીમ ઘટના સ્થળે
Jan 28, 2024, 13:02 IST
અટલ સમાચાર, ડેસ્ક
વડોદરાના સાવલી તાલુકાના લામડાપુરા ગામમાં સ્થિત એક દવા બનાવતી કંપનીમાં શનિવારે આગ લાગી હતી. જોકે, બાદમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના પગલે નાસભાગ મચી ગઈ હતી. બીજી તરફ આ બનાવની જાણ થતા જ ફાયરવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આગ એટલી વિકરાળ હતી કે, તેના ધૂમાડા છેક દૂર દૂર સુધી દેખાતા હતા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. મંજુસર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરા ગામમાં સ્થિત દવા બનાવતી એશિયન કંપનીમાં આગ લાગી હતી. આગ લાગતા જ કર્મચારીઓ જીવ બચાવવા કંપનીની બહાર દોડી આવ્યા હતા. બીજી તરફ આ બનાવની જાણ ફાયરવિભાગને થતા જ ફાયર ફાઈટરની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી રહી છે.