દર્દનાક@રાધનપુર: અકસ્માતમાં 7 લોકોના મોત બાદ 2 ડ્રાઈવર સામે FIR, MLAએ કરી સહાયની માંગ

 
Radhanpur Accident

અટલ સમાચાર,પાટણ 

રાધનપુર વારાહી હાઇવે ગઇકાલે બપોરે ગોઝારો અકસ્માત સર્જાયા બાદ જીપમાં સવાર મજૂર વર્ગના 7 જેટલા લોકોના કરૂણ મોત થતાં ચકચાર મચી ગઇ છે. આ તરફ હવે પોલીસે જીપચાલક અને રસ્તામાં ગાડી મુકનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ રાધનપુર ધારાસભ્યએ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો તેમજ ઈજાગ્રસ્ત લોકોને સરકારી સહાય ચુકવવા મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે. 

Radhanpur

પાટણ જિલ્લાના રાધનપુરના મોટીપીપળી પાસેનો હાઇવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. વિગતો મુજબ ગઇકાલે બપોરેના સમયે મુસાફર ભરેલ જીપ ગાડીનું ટાયર ફાડતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના મૃત્યુ થયા હતા. નોંધનીય છે કે, રાજસ્થાનના મજૂરો સહિતના પેસેન્જરો ભરીને જીપ મોટી પીપળી નજીક પહોંચી ત્યારે અચાનક ટાયર ફાટી ગયું હતું. ટાયર જેવું ફાટ્યું એવું તુરંત સ્ટિયરિગ ડ્રાઇવરની કાબૂમાંથી નિકળી ગયું હતું. આ બેકાબૂ બનેલી જીપ ગણતરીની સેકન્ડમાં આગળના ટ્રકને ધડાકાભેર અથડાતાં કોલાહલ મચી ગયો હતો. 

Radhanpur

જીપ અને ટ્રક ચાલક બંને સામે FIR 

સમગ્ર મામલે હવે પોલીસે જીપચાલક અને રસ્તામાં ટ્રક મુકનાર ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ફરિયાદ મુજબ રાધનપુર થી વારાહી જતી કમાન્ડર જીપ નં-GJ-08-A-9497 માં અન્ય પેસેન્જરો સાથે જ તા હતા. આ તરફ મોટીપીપળી ગામ નજીક આ કામના કમાન્ડર જીપ ચાલક પોતાની જીપ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ગાડીમા વધુ પેસેન્જરો બેઠેલ હોય જેથી જીપનું આગળનુ ખાલી સાઇડનું ટાયર અચાનક ફાટતા ચાલકે ગાડી ઉપરનો કાબુ ગુમાવ્યો હતો. જેથી રસ્તામા પડેલ ટ્રેક નં-GJ-12-AT-9472 પાછળના ભાગે અથડાવી ગાડીમાં પેસેન્જરોને નાની મોટી ઇજાઓ કરી તેમજ 7 પેસેન્જરો ને ગંભીર પ્રકારની ઇજાઓ થતાં મોત નિપજ્યાં હતા. 

Radhanpur

ફરિયાદ મુજબ ફરિયાદી અને અન્ય વ્યક્તિઓના મોત નિપજાવી તેમજ ટ્રક ડ્રાઇવર પોતાની ટ્રક રોડ ઉપર મુકી બેરેકેટ કે આડશ વગર ખુલ્લી મુકી રાખી બંધ હાલતામાં પોતે પોતાની ટ્રકને રોડ ઉપર મુકવાથી ગંભીર અકસ્માત કે માનવ મૃત્યુ થવાનુ જાણતો હોવા છતા કોઇ પણ પ્રકારે આવતા જતા વાહનોને ધ્યાનમાં આવે તેવા કોઇ રીફ્લેક્ટર નહીં રાખી અસ્માત સર્જાય તે રીતે ઉભી રાખી બન્ને ઇસમ યુસુફશા રમજાનશા ફકીર અને ટ્રક ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાઇ છે. 

Radhanpur

રાધનપુર ધારાસભ્યએ કરી સહાયની માંગ  

રાધનપુર ધારાસભ્ય લવીંગજી ઠાકોરે મુખ્યમંત્રીને લખેલ પત્રમાં જણાવ્યું હતું કે, વિધાનસભા મત વિસ્તારમાં મોટી પીપળી-રાધનપુર વચ્ચે બપોરે જીપ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયેલ છે. આ અકસ્માતમાં 7 લોકોના મૃત્યું થયાં છે. 11 ઇજાગ્રસ્ત થયેલ લોકોની રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. આ ગંભીર અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિઓના પરિજનો ઉપર આવી પડેલ અણધાર્યો દુઃખ સહન કરવાની શક્તિ આપે અને ઇજાગ્રસ્ત થયેલ વ્યક્તિઓ ઝડપથી સારવાર મેળવી સાજા થાય તેવી મારી સંવેદના વ્યક્ત કરૂ છું.મારી આપને આ અકસ્માતમાં મૃત્યું પામનાર વ્યક્તિના પરિજનોને અને ઇજાગ્રસ્ત થયેલ વ્યક્તિઓના પરિજનોને માન. મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી સહાય,સારવાર આપવા અંગે ઘટતી કાર્યવાહી સત્વરે કરાવવા વિનંતી કરી છે.