કાર્યવાહી@વડોદરા: રામજીની શોભાયાત્રામાં પથ્થરમારો કરનાર 27 શખ્સો સામે FIR દાખલ

 
Vadoadara

અટલ સમાચાર, ડેસ્ક

વડોદરાના પાદરાના ભોજગામે સોમવારે રામજીની શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો. આ મામલે 27 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં 17 લોકો સામે નામજોગ અને અજાણ્યા 10 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. પૂર્વ આયોજિત કાવતરું રચી રામજીની શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. એટલું જ નહી ગાળો બોલી, ઉશ્કેરણીજનક ટિપ્પણી કરીને જાનથી મારી નાખવાના ઈરાદે પથ્થરમારો થયો હતો. પથ્થરમારામાં બે પુરુષો અને છ મહિલા સહિત આઠ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.

નોંધનીય છે કે, 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થયા છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ત્યારે સોમવારે રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠાના દિવસે વડોદરાના પાદરના ભોજગામે રામની શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. મળતી માહિતી પ્રમાણે રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠાના દિવસે વડોદરામાં કોમી છમકલાનો બનાવ બન્યો હતા. જેમાં પાદરના ભોજગામે રામની શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. જેમાં 8 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી.