અપડેટ@પાટણ: મહિલા આપઘાત કેસમાં FIR, ઇસમે પ્રેમમાં ફસાવી 67 તોલા સોનુ પડાવ્યું, બિભત્સ ફોટા વાયરલ કરવાનું કહી મરવા મજબુર કરી

 
Patan

અટલ સમાચાર, ડેસ્ક

પાટણમાં ગઇકાલે બે બાળકોની માતાએ કોઈ કારણસર સિધ્ધિ સરોવરમાં કુદી જીવ ટૂંકાવી લીધું હતું. જે બાદમાં હવે એક મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ મૃતક બે બાળકની માતા સાથે એક શખ્સે પ્રેમ સંબંધ બાંધી 67 તોલા સોનું સાડા ચાર કિલો ચાંદીના દાગીના એક મહિના માટે વાયદે લીધા હતા. જે બાદમાં પરત ન આપી મહિલાના બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. આ સાથે તે ઇસમે મહિલાને હેરાન-પરેશાન કરી મરવા માટે મજબુર કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જોકે હવે સમગ્ર મામલે મહિલાના પતિએ આરોપી ઈસમ વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. 

પાટણ શહેરમાં ગઇકાલે એટલે કે શુક્રવારે સિદ્ધિ સરોવરમાં બે સંતાનની માતાએ આત્મહત્યા કરી લીધી છે. જોકે ત્યારે આત્મહત્યા અંગેનું કોઈ કારણ સામે આવ્યું નહોતું. આ તરફ હવે મૃતક મહિલાના પતિએ એક ઈસમ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદની વિગતો મુજબ પાટણના રળિયાત નગરમાં રહેતા ઠક્કર મહેશભાઈ રમેશભાઈ ઉંમર વર્ષ 25 નામનો યુવક થોડા સમય પહેલા તેમની પત્ની સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી હતી. મહિલા જિમમાં જતી હોય ત્યાં યુવક આવતો હોય રૂબરૂ મિત્રતા કેળવી વિશ્વાસમાં લઈ પોતાને બિઝનેસ અમદાવાદમાં ચાલતા હોય તેમાં ઘણા પૈસા રોકાયેલા છે જેથી પૈસાની જરૂર હોવાનું કઈ પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, મિત્રતામાં મહિલાએ પોતાનું 67 તોલા સોનુ અને સાડા ચાર કિલો ચાંદીના ઘરેણા આ ઈસમને આપ્યા હતા. એક મહિનાના વાયદે ઘરેણા લીધા બાદ પરત આપવાના વાયદે મહિલાને ગેસ્ટ હાઉસમાં બોલાવી એકબીજાની સંમતિથી શરીર સંબંધ બાંધ્યા હતા. જે બાદમાં ઇસમ બિભત્સ ફોટા પાડી બ્લેકમેલ કરી ઘરેણા પરત ના આપી ફોટા વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપવા લાગ્યો હતો. આ તરફ ત્રાસ અને ધમકીથી યુવતીને મરવા દુષપેરણ કરતા મહિલાએ યુવકના ત્રાસથી કંટાળી સિદ્ધિ સરોવરમાં જીવનલીલા સંકેલી લીધી હતી. આ તરફ હવે પોલીસે પતિની ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.