દુર્ઘટના@અંકલેશ્વર: વહેલી સવારે GIDCમાં આવેલ લાકડાના ગોડાઉનમાં અચાનક લાગી વિકરાળ આગ

 
Ankleshwar GIDC Fire

અટલ સમાચાર, ડેસ્ક

અંકલેશ્વર જીઆઇડીસીમાં લાકડાના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ છે. વહેલી સવારે આગની ઘટનાના પગલે ઔદ્યોગિક વસાહતમાં દોડધામ કરતાં ફાયર ફાઈટર નજરે પડી રહ્યા છે. સૂત્રો અનુસાર જયંત પેકીંગ ઈન્ડસ્ટ્રીઝમાં આગની ઘટના બની હોવાની માહિતી મળી રહી છે.

કંપનીમાં લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી જેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ ઉપર કાબુ મેળવવાના કંપનીના પ્રયાસ અપૂરતા સાબિત થતા ફાયર બ્રિગેડને કોલ અપાયો હતો. અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઈટર ફાયર ટેન્ડર સાથે ઘટનાસ્થળે પહોંચ્યા છે જે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.