રિપોર્ટ@વડોદરા: MS યુનિવર્સિટીના કેમ્પસમાં લગાવાઇ રાજ્યની પ્રથમ પોપ્યુલેશન ક્લોક
Sep 23, 2023, 17:18 IST

અટલ સમાચાર, ડેસ્ક
વડોદરા શહેરની MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના કેમ્પસના એન્ટ્રન્સ ગેટ પર ગુજરાતની પ્રથમ ડિજિટલ પોપ્યુલેશન ક્લોક લગાવવામાં આવી છે. આ ડિજિટલ પોપ્યુલેશન ક્લોક ગુજરાતની પ્રથમ અને દેશની 8મી ડિજિટલ પોપ્યુલેશન ક્લોક છે. 22 સપ્ટેમ્બરના રોજ તેનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.
આ પોપ્યુલેશન ક્લોકમાં દેશ અને ગુજરાતની વસ્તીના રિયલ ટાઇમ આંકડા જોવા મળશે. ડિજિટલ પોપ્યુલેશન ક્લોકનો અભ્યાસ કરતા એક મિનિટમાં દેશમાં 34 લોકોની વસ્તીનો વધારો થાય છે અને રાજ્યમાં 1.10 મિનિટમાં 2 લોકોની વસ્તીનો વધારો થાય છે. MS યુનિવર્સિટીમાં લાગેલુ ડિજિટલ પોપ્યુલેશન ક્લોક પ્રમાણે ભારત દેશની વસ્તી હાલ 1.43 અબજથી વધારે છે અને ગુજરાતની વસ્તી હાલ 7.19 કરોડથી વધુ છે.