ઘટના@સુરત: પાંચ વર્ષનો બાળક સ્ક્રૂ ગળી જતા ફેફસામાં ફસાયો, જાણો પછી શું થયું ?

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

સુરત સિવિલ હોસ્પિટલમાં રોજે રોજ અનેક સર્જરીઓ અને સારવાર થતી હોય છે. ત્યારે ગુજરાત રાજ્યની બોર્ડર પર આવેલા નવાપુરમાં પાંચ વર્ષનું બાળક રમતાં રમતાં દોઢેક ઈંચનો સ્ક્રૂ ગળી ગયો હતો. જેથી સ્ક્રૂ ફેફસામાં ફસાઈ જતાં તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. બાદમાં તેને સારવાર માટે નંદુરબાર બાદ સિવિલ હોસ્પિટલ સુરત ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ સ્ક્રૂ કાઢીને બાળકનો જીવ બચાવ્યો હતો

સુરત નવાપુરના વતની સાજન ગામીતનો પાંચ વર્ષીય પુત્ર રમત રમતમાં સ્ક્રૂ ગળી ગયો હતો. આ સ્ક્રૂ સીધો જ ફેફસામાં ફસાઈ ગયો હતો. જેથી બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેને નજીકની હોસ્પિટલ બાદ નંદુરબાર ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ નવી સિવિલ સુરત ખાતે ખસેડાયો હતો. નવી સિવિલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો.

નવી સિવિલના તબીબો દ્વારા બ્રોન્કોસ્કોપી દ્વારા સ્ક્રૂ બહાર કાઢી જીવ બચાવવામાં આવ્યો હતો. બાળક સ્ક્રૂ ગળી જતા શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. ઉલટી કરતા બાળકે માતાને જાણ કરી હતી. જે બાદ બાળકને સારવાર અર્થે સૌ પ્રથમ નંદુરબાર ખસેડવામાં આવ્યો હતો. જ્યાં એક્સરે માં બાળકના ફેફસામાં શ્વાસનળીની ડાબી બાજુએ મુખ પર સ્ક્રૂ ફસાયાનું જાણવા મળ્યું હતું. બાળકને શ્વાસ લેવામાં વધુ તકલીફ થતાં નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સમયસર પર નવી સિવિલ હોસ્પિટલ લઈ આવતા બાળકનો જીવ બચ્યો હતો.