લોકડાયરો@કચ્છ: લોકગાયિકા ગીતા રબારીના પ્રોગ્રામમાં 4 કરોડ 50 લાખ રૂપિયાનો વરસાદ

 
Gita Rabari

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં ફરી એકવાર લોકડાયરામાં કરોડો રૂપિયાનો વરસાદ થયો હોવાનું સામે આવ્યું છે. લોકગાયિકા ગીતા રબારી જ્યારે ગાવાનું ચાલું કરે છે ત્યારે લોકો સાંભળતા જ રહી જાય છે. કચ્છના રાપરમાં આખી રાત ગીતા રબારીએ લોક ડાયરામાં રમઝટ બોલાવી હતી. જેમાં લોકોએ ચાર કરોડથી વધુના રુપિયાનો વરસાદ કર્યો હતો. આખી રાત ગીતા રબારીએ લોક ડાયરામાં જમાવટ કરી હતી. હાલ તેમના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

કચ્છના રાપરમાં ગીતા રબારીના લોક ડાયરામાં 4 કરોડ 50 લાખ રૂપિયા ઉછાળ્યા હતા. આખી રાત આલેલા લોક ડાયરામાં ગીતા રબારીએ જમાવટ કરી હતી. લોક ડાયરામાં લોકોએ સ્ટેજ પર આવીને નોટોના બંડલ હાથમાં રાખીને ગીતા રબારી પર કરોડોની નોટોનો વરસાદ કર્યો હતો. થોડા દિવસ પહેલા પણ ગીતા રબારીનો લોક ડાયરો ચર્ચામાં રહ્યો હતો. બનાસકાંઠાના થરાદમાં નાંણદેવી માતાની વાવના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોતસ્વ અને નવચંડી યજ્ઞ નિમિતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.