ધોધમાર@ગુજરાત: 2 દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટીંગ, નદી- નાળા અને ડેમ છલકાયા

 
Rain

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમ હજુ પણ તેની પૂર્ણ સપાટીએ છે. ઉપરવાસમાંથી પાણીની આવક ઓછી થતા હાલ ડેમમાં સાત લાખ 15 હજાર ક્યૂસેક પાણીની આવક છે. જ્યારે પાંચ લાખ 95 હજાર ક્યૂસેક પાણીની જાવક નોંધાઈ છે.

મહીસાગરમાં અવિરત વરસાદને પગલે કડાણા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો જોવા મળ્યો. ડેમમાંથી રૂલ લેવલ મેન્ટેન કરવા માટે સતત પાણી છોડવામાં આવી રહ્યું છે.જેથી કડાણા ડેમની જળ સપાટી 415 ફૂટ પહોંચી છે.તો કડાણા ડેમમાંથી 3 લાખ 75 હજાર ક્યુસેક પાણી સતત મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે મહિસાગરના નદીના ગામોને એલર્ટ કરવમાં આવ્યા છે.. નદી પ્રભાવિત થતાં રાબડીયા ગામના લોકોનું તંત્ર દ્વારા સ્થળાંતર કરાવામાં આવ્યું હતું. મહત્ત્વનું છે કે હજી પણ મહીસાગર જીલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે લોકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે.

જૂનાગઢના વંથલીના ઓઝત વિયર ડેમના નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ કરવામાં આવ્યુ. તંત્ર દ્વારા નદીના પટમાં લોકોને અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી છે. વંથલી, ટીકર, પીપલાણા, કણઝા સહિતના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. જો કે ઓઝત ડેમનું હાલનું લેવલ 27.31 મીટર છે.