બ્રેકિંગ@ગુજરાત: વનવિભાગના કરોડોના ટેન્ડરમા જિલ્લા વાઇઝ સૌથી મોટો સેટિંગ્સ કાંડ, ઓપરેશન એન્ટરપ્રાઇઝ પાર્ટ 1

 
Image
એકમાત્ર સેટિંગ્સ માટે બનાવેલી એજન્સીના ઠેકેદારો, વચેટિયા અને ટકાવારીના ખેલથી ચાલતો કરોડોનો વેપાર અને છેતરાતી સરકાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત ભરમાં કોઈને પણ ખ્યાલ ના આવે એ રીતે બે જૂથે ભેગા મળીને સરકારી ગ્રાન્ટનો ખેલ બેસાડી સૌથી મોટો સેટિંગ્સ કાંડ કરી દીધો છે. વનવિભાગના જાંબાઝ સચિવોને તેમજ પ્રામાણિક વનમંત્રીને પણ ખબર ના પડે એ રીતે સેટિંગ્સવાળા વેપારી ગૃપે પૂર્વ આયોજિત વેપારી કમિશન કાંડની જાળ બિછાવી કરોડોનો ટેન્ડર કાંડ કરી દીધો તેમજ હજુપણ ચાલું રાખ્યો છે. ઓપરેશન એન્ટરપ્રાઇઝના ભાગ 1 માં તમે કરોડોના પૂર્વ આયોજિત સેટિંગ્સ અને ટકાવારીના ખેલથી બેનામી કમાણી કરતાં વચેટિયા, સેટિંગ્યા, કચેરીના લાલચી ઈસમોના મેળાપીપણામાં થયેલા બોગસ સ્પર્ધાવાળા કરોડોના વેપારનો ખેલની ઝલક જાણી હચમચી જશો

ગુજરાત રાજ્ય વનવિભાગના ગાંધીનગર બેસતા નિષ્ઠાવાન સચિવો અને વનમંત્રીને ખબર પણ નહિ હોય કે, જિલ્લા વાઇઝ આવેલી કચેરીના અધિકારીઓ અને સેટિંગ્સવાળા વેપારી/વચેટિયા તત્વો વચ્ચે ગુજરાત સરકારને ભયંકર નુકસાન આપતો વેપારી વેપલો થયો છે. પોલીથીન બેગ હોય કે રોપા ફરતે જાળી ખરીદવાનો વેપાર હોય પરંતુ વચેટિયા/સેટિગ્યા ઈસમોએ ટકાવારી/કમિશનની એવી તો જાળ ફેલાવી કે, ગુજરાતનો 85 ટકા વેપાર કબ્જે કરી લીધો છે. અવનવી એન્ટરપ્રાઇઝ ખોલી એકમાત્ર ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપરથી સેટિંગ્સથી જ વેપાર કરતાં ઈસમોએ એવું તો શું હિપ્નોટીઝ્મ કર્યું કે, જિલ્લાના વન અધિકારીઓને વેપારમાં બેસવું પડ્યું? બે વ્યક્તિ કે બે ગૃપ કોઈ વેપાર કરે ત્યારે બંને પોતપોતાના સ્વાર્થ સાધે પરંતુ અહિં સરકારી રૂપિયા આધારે ખરીદીનો વેપાર હોવા છતાં સેટિંગ્સબાજોએ રાજ્યભરમાં રાફડો ફેલાવી કરોડોનો વેપાર ગણતરીના મહિનાઓમાં કબ્જે કર્યો છે. વાંચો નીચેના ફકરામાં

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતના 85 ટકા જિલ્લામાં ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ આધારે કરોડોની ખરીદી થઈ તેમાં જેડ, અવંતિ અને અરિતાહના સુત્રધારો વચ્ચે જ બોગસ અને સેટિંગ્સવાળી સ્પર્ધા થઇ છે. આગામી ન્યૂઝ રીપોર્ટમાં જાણીએ કે, કેવીરીતે આ એન્ટરપ્રાઇઝવાળાઓએ અને કયા કયા ટેન્ડરમા તેમજ કેટલી રકમના, કઈ વસ્તુઓના વેપાર કરી લીધા તેનો ઘટસ્ફોટ તો કરીશું પરંતુ સાથે સાથે આ સમગ્ર વેપારી સેટિંગ્સમાં કયા ઈસમો કેવી ટકાવારી રમી રહ્યા અને કોની સાથે રમી રહ્યા તેનો ખેલ જાણી તમે હચમચી જશો. આ ટકાવારી આ કમિશન કોના વચ્ચે કેવીરીતે સેટ થાય છે અને કોણ સેટ કરી કેવીરીતે માલની હેરફેર કરે તે એટલું ગોપનીય છે કે, ખુદ કચેરીના સીસીટીવીને પણ ખબર નથી. આટલુ જ નહિ, ઓપરેશન એન્ટરપ્રાઇઝના બીજા ભાગમાં બોગસ, બનાવટી અને સેટિંગ્સવાળા વેપારમાં કેવીરીતે અટકાયતી થઈ શકે તેનો પણ મહા ઘટસ્ફોટ જાણવા પ્રયત્ન કરીશું.