ACB@વ્યારા: ફોરેસ્ટ અધિકારી 40 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, જાણો એક ક્લિકે

અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં વધુ એક અધિકારી એસીબીના છટકામાં લાંચ લેતા ઝડપાયા છે. વ્યારા વન વિભાગના ઝાખરી રાઉન્ડ ફોરેસ્ટ અધિકારી એક ઇસમ વિરુદ્ધ કેસ ન કરવાના અને ધરપકડ નહી કરવા માટે 50 હજારની લાંચ માંગી હતી. આ તરફ ફરિયાદી રૂપિયા આપવા ન માંગતા હોઇ તેમણે એસીબી કચેરીયા સંપર્ક કરતા 40 હજારનાં લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં લાંચ લેતા રાઉન્ડ ફોરેસ્ટર રંગે હાથ ઝડપાઈ ગયા હતા.
સુરતના વ્યારા વન વિભાગના ઝાખરી રાઉન્ડ ફોરેસ્ટ અધિકારી લાંચ લેતા ઝડપાયા છે. માહિતી મુજબ ગત 8/4/23ના રોજ ફરિયાદીને રાઉન્ડ ફોરેસ્ટર કચેરી ઝાંખરી તરફથી એક નોટીસ મળી હતી, જેમાં ખેરના પાસ- પરમીશન વગરના અનામત પ્રકારના ખેરના છોલેલા લાકડા ભરેલ વાહન પકડવામાં આવ્યુ હતુ. જે ગુનાનાં કામે ફરિયાદીને રેન્જ કચેરી વ્યારા ખાતેથી દિન-2 માં હાજર રહેવા સુચના અપાઈ હતી. આ તરફ કામના ફરિયાદી ઝાંખરી રાઉન્ડ ફોરેસ્ટર રાજેશકુમાર બચુભાઈ પટેલને મળતા તેઓએ ફરિયાદીને તપાસમાં તારુ નામ નહીં આવે અને તારી ધડપકડ નહીં થાય તેમ કહી ફરિયાદી પાસે પ્રથમ 50 હજારની લાંચની માંગણી કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ તરફ રકઝકના અંતે 40 હજાર આપવાનું નકકી થયુ હતુ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોઇ તેણે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જેને લઈ પોલીસ ઇન્સપેકટર આર.કે.સોલંકી સુરત ગ્રામ્ય એ.સી.બી., કે.જે.ધડુક, પોલીસ ઇન્સપેકટર, સુરત શહેર એ.સી.બી. તથા એ.સી.બી.સ્ટાફ સાથે મળી ફરીયાદીની ફરીયાદના આધારે તા.12મી એપ્રીલનાં રોજ લાંચ માટે છટકું ગોઠવાયું હતું. ઝાખરી રાઉન્ડ ફોરેસ્ટર રાજેશ પટેલે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી 40 હજારની લાંચની રકમ સ્વીકારી હોઇ સ્થળ પરથી તેને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.