રાજનીતિ@ખેડા: લોકસભા ચૂંટણી પહેલા ભૂતપૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ ભાજપમાં જોડાયા

 
Indrjitsinh

અટલ સમાચાર, ડેસ્ક

લોકસભા ચૂંટણી ચૂંટણી નજીક આવતા જ રાજકીય ઉથલપાથલનો દોર શરૂ થઈ ચૂક્યો છે. આ દરમિયાન ખેડા જિલ્લાની મહુધા વિધાનસભાના કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં સામેલ થઈ ગયા છે. મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર ભાજપમાં જોડાતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખર ડાભીએ જણાવ્યું હતું કે, “ઇન્દ્રજીતસિંહ ધારાસભ્ય હતા ત્યારે પણ પાર્ટી વિરોધી હતું તેમનું વર્તન હતું, ઇન્દ્રજીત સિંહ ભાજપની દબાણની નીતિમાં આવીને ભાજપમાં જોડ્યા છે. ઇન્દ્રજીતસિંહ ભાજપમાં જોડાતા કોંગ્રેસને નુકસાન નહીં થાય તેમજ એમને ગૌરવ છે કે ભાજપનું સૂત્ર હતું કે કોંગ્રેસ મુક્ત ભારત પરંતુ હાલમાં કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ રહી છે. તેમના પિતા ૬- ટ્રમથી જીતતા આવ્યા છે અને તેઓની DNA જ કોંગ્રેસ છે”

કોંગ્રેસનાં નેતા અને સાબર ડેરીના ડિરેક્ટર વિપુલ પટેલ પોતાના સાથે પાર્ટીનાં 400 સ્થાનિક કાર્યકરોને ભાજપમાં લઈ ગયાં છે. આ કાર્યક્રમનું સંબોધન કરતા સી.આર.પાટીલે કહ્યું કે, ભાજપની સ્થાપના બાદ જે વચનો આપ્યા તે કામ પૂર્ણ થયા છે. જે ભાજપમાં જોડાયા છે તે કોઈ નિરાશ નહીં થાય. તેમણે કહ્યું કે, ભાજપ સાથે જોડાઓ છો તો તમારા મનમાં એક સ્પષ્ટતા હોવી જોઈએ કે તેમના નેતૃત્વની ગેરંટી હુંડી જેવી છે. ભાજપની સ્થાપના બાદ જે વચનો આપ્યા હતા તે વચનો મોદીએ આજ સુધી પુરા કર્યા…જે ખાત મુહૂર્ત થયા તે કામ પૂરાં કર્યાં. હું કોઈ પક્ષના ટીકામાં નથી માનતો. તમે કોઈ નિરાશ નહીં થાવ.