હડકંપ@ઘોઘંબા: નવાગામના માજી ડે. સરપંચે DRDA કચેરીમાં કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

અટલ સમાચાર, ડેસ્ક
ઘોઘંબાના નવાગામના માજી ડે.સરપંચે DRDA કચેરીની બહાર આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસે આાત્મવિલોપનના પ્રયાસને નિષ્ફળ બનાવીને અટકાયત કરી હતી. માજી ડે સરપંચે આક્ષેપ કર્યો હતો કે, ગામમાં 7 અરજદારની જમીન સમતળ માટે અરજી કરીને મંજુરી માટે અનેક ધક્કા ખાધા હોવા છતાં મંજુરી ના મળતા આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઘોઘંબા તાલુકાના નવાગામના માજી ડે.સરપંચ મકવાણા કંચનભાઇના પિતા સહીત 7 અરજદારોએ વર્ષ 2021-22માં મનરેગામાં જમીન સમતળ કરવાની અરજી કરી હતી. જમીન સમતળ કરવાની મંજુરી મેળવવા અરજદાર સહીત માજી ડે.સરપંચે ગોધરા જિલ્લા ગ્રામ વિકાસની કચેરી તથા સ્થાનિક તાલુકા પંચાયતમાં 20 થી વધુ વખત ધક્કા ખાધા હોવા છતાં સમતળ કરવાની અરજીની મજૂરી મળી ન હતી. આખરે ધક્કાથી કટાંળીને નવાગામના માજી ડે.સરપંચ કંચનભાઇ મકવાણાનાઓએ ગ્રામ વિકાસ એજન્સીના નિયામકને આાક્ષેપ કરતી રજુઆત કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, રજુઆાતમાં જણાવેલ કે, 7 અરજદારોની જમીન સમતળ કરવાની મંજૂરી માટે અનેક ધક્કા ખાધા હોવા છતાં વહીવટી મંજૂરી ન મળતા માજી ડે.સરપંચ તથા અરજદાર કચેરીની બહાર આત્મ વિલોપન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી. સોમવારના રોજ ડે.સરપંચ આત્મવિલોપન કરવા આાવવાના ચીમકીને લઇને કચેરીની બહાર પોલીસ બદોબસ્ત ગોઠવી દેવાયો હતો. માજી ડે.સરપંચ કંચનભાઇ કેરબામાં કોઇ પ્રવાહી ભરીને આવીને આત્મવિલોપન કરવાની પ્રયાસ કરતાં હાજર પોલીસે કેરબો લઇને આાત્મવિલોપનનો પ્રયાસને નિષ્ફળ બનાવીને માજી ડે.સરપંચની અટકાયત કરી હતી. આ તરફ માજી ડે.સરંપચે હજુ ન્યાય નહિ મળે તો ફરીથી આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.