રાજનીતિ@સાબરકાંઠા: જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિપુલ પટેલ સમર્થકો સાથે કરશે કેસરિયા
અટલ સમાચાર, ડેસ્ક
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિપુલ પટેલ મોટી સંખ્યામાં સમર્થકો આજે એટલે કે બુધવારે કેસરિયો ખેસ ધારણ કરશે.
હિંમતનગર વિધાનસભાના પૂર્વ ઉમેદવાર વિપુલ પટેલ ભાજપમાં જોડાશે. ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં સમર્થકો સાથે વિપુલ પટેલ ભાજપમાં જોડાશે. વિપુલ પટેલ પાટીદાર સમાજમાં મજબૂત વર્ચસ્વ ધરાવે છે. સતત 4 ટર્મથી સાબરડેરીમાં ડીરેક્ટર પદ પર ચૂંટણી જીતી રહ્યા છે. 2006થી સાબરડેરીના ડીરેક્ટર પદ પર કાર્યરત છે.
નોંધનીય છે કે, તાજેતરમાં જ વિજાપુરના ધારાસભ્ય સી.જે ચાવડાએ રાજીનામું આપી દીધું હતું. સી.જે ચાવડાએ વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીના નિવાસ્થાને પહોંચીને રાજીનામું આપ્યું હતું. ગયા મહિને જ ગુજરાત કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામુ આપ્યું હતું. આ રાજીનામાં બાદ કોંગ્રેસનું સંખ્યાબળ તુટીને 15 થઈ ગયું છે.