ખળભળાટ@ગુજરાત: પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહના આગોતરા જામીન રદ્દ, ગમે ત્યારે રાજસ્થાન પોલીસ પહોંચી શકે

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને પ્રાંતિજ વિધાનસભા બેઠકથી ધારાસભ્ય એવા ગજેન્દ્રસિંહ પરમાર સામે રાજસ્થાનમાં સગીરાની છેડતી બદલ પોક્સોનો ગુનો નોંધાયા બાદ મોટા સામે આવ્યા છે. વિગતો મુજબ પૂર્વમંત્રી ગજેન્દ્રસિંહ પરમારને હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. રાજસ્થાનમાં નોંધાયેલા પોકસો કેસમાં ગજેન્દ્રસિંહ પરમારે ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે અરજી હાઇકોર્ટે ફગાવી દેતાં હવે રાજસ્થાન પોલીસ ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડ કરી શકે છે.
પ્રાંતિજ વિધાનસભા બેઠકથી ધારાસભ્ય એવા ગજેન્દ્રસિંહ પરમાર સામે રાજસ્થાનમાં સગીરાની છેડતી બદલ પોક્સોનો ગુનો નોંધાયો હતો. આ સાથે સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ અમીચંદ પટેલ સહિત કુલ 4 લોકો સામે સગીરાની છેડતીની ફરિયાદ નોંધાઈ હતી. રાજસ્થાનના આબૂ રોડ પોલીસ સ્ટેશનમાં 20મી જાન્યુઆરીએ આ ગુનો નોંધાયો છે.
શું હતો સમગ્ર મામલો ?
ગજેન્દ્રસિંહ પરમાર સામે નોંધાયેલ કેસની વિગતો મુજબ પીડિતાની માતાએ જણાવ્યું હતું કે, ગજેન્દ્રસિંહ સાથે વિધાનસભામાં મુલાકાત થઈ હતી અને એ દરમિયાન અમે ખૂબ જ સારા મિત્ર બન્યાં હતાં. ત્યારબાદ અમે વારંવાર MLA ક્વાર્ટરમાં મળતાં હતાં એમની સાથે. એમણે મને પત્ની તરીકે રાખવાનો ભરોસો આપીને મારી સાથે શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. ત્યારબાદ જેસલમેર જવાનું હોવાથી મારી દીકરીને લઈને હું એમની સાથે જેસલમેર જવા નીકળી હતી 2020માં. ત્યારે મને વોમેટ થતી હતી, એટલે ગાડી હિલક્રિસ્ટ હોટલ પાસે ઊભી રાખી હતી. ત્યારે તેઓએ મારી દીકરીને આઈસક્રીમ ખાવાના બહાને લઈ ગયા હતા અને મારી દીકરી જોડે શારીરિક અડપલાં, તેમજ જબરજસ્તી કરવાની કોશિષ કરી હતી.
જે બાદમાં મારી દીકરી પરત આવી ત્યારે મારી દીકરીએ મને જાણ કરી. તો મારી દીકરીએ એવું કહ્યું કે, મમ્મી આપણે ઘરે જતાં રહીએ, તે રડવા લાગી હતી. મને એમ કે તેને કંઈક થયું હશે. મેં બહુ પૂછવાની કોશિષ કરી, પણ એણે કંઈ જણાવ્યું નહીં. ત્યારબાદ એપ્રિલમાં-માર્ચમાં મેં પોઈઝન પીધું હતું, આ લોકોના ત્રાસથી. કારણ કે, આ લોકો મને હેરેસમેન્ટ કરતા હતા અને મને ધમકીઓ મળતી હતી કે, મારી દીકરી બાબતે કોઈને જાણ કરવી નહીં. તો મેં કંટાળીને જ્યારે પોઈઝન પીધું. ત્યારે એ લોકોએ મને એમ કહ્યું, કે તમે જો મારી દીકરી બાબતે કોઈની પણ સાથે ચર્ચા કરશો તો અમે તમારી પર કાયદાકીય કેસ પણ કરાવીશું અને તમને ફસાવી પણ દઈશું અને તમને મારી પણ નાખીશું. ત્યારે મારી દીકરીએ મને કહી દીધું કે, મમ્મી, મારી સાથે પણ આવો બનાવ બન્યો છે.
આ લોકોએ મારી જોડે શારીરિક છેડછાડ પણ કરી હતી અને જબરજસ્તી કરવાની કોશિષ કરી હતી. ત્યારબાદ હું સદર પોલીસ સ્ટેશન આવી અને ત્યાં મેં એક અરજી આપી પણ પોલીસ કોઈ તપાસમાં ખબર નઈ એમણે શું કર્યુ અને એમાં કંઈ અમને સફળતા મળી નહીં. ત્યારબાદ અમે સિરોહી કોર્ટમાં એક એપ્લિકેશન નાખી અને કોર્ટે અમને સાચા છે તેવું માની અને પોલીસ તપાસ ખોટી છે તેવું માનીને આમાં પોક્સોનો ઓર્ડર કર્યો છે. મહત્વનું છે કે, આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 8-જાતીય ગુનાઓથી બાળકોનું સંરક્ષણ અધિનિયમ 354, 354A, 365, 506, 384/34 ઉપરાંત પોક્સો એક્ટની 7/8 કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી હતી.