દુર્ઘટના@સુરત: દર્દનાક અકસ્માતમાં પતિ-પત્ની સહિત ચાર લોકોના કમકમાટીભર્યા મોત, એક ઇજાગ્રસ્ત

 
Surat Accident

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના અંત્રોલીમાં રાજસ્થાનની નંબર પ્લેટ વાળા ટેમ્પો અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં દંપતી સહિત ચાર લોકોના મોત નીપજ્યા છે. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કામરેજના અંત્રોલી પાસે આ અકસ્માત સર્જાયો છે. હાલ કામરેજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના અંત્રોલીમાં પિકઅપ ટેમ્પાના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. ટેમ્પા ચાલકે ડિવાઈડર કુદાવી સામેથી આવતા બાઇક ચાલકોને અડફેટે લીધા હતા. આ ગોઝારા અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા છે. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યા છે. આ અક્સમાતમાં ટેમ્પો કારે ડિવાઇડર કુદાવીને અથડાતા કારનો પણ ડુચો વળી ગયો હોય તેવી હાલત થઇ ગઇ છે.