દુર્ઘટના@અંકલેશ્વરઃ GIDCની કંપનીમાં દીવાલ પડતા ચાર લોકોના મોત, 3 ઇજાગ્રસ્ત
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

શહેરની જીઆઇડીસીની પ્લાસ્ટોકોન કંપનીમાં દીવાલનું બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન જ દીવાલ ધરાશાયી થઇ હતી. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે ત્રણ કામદારોને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અંગે પ્રાંત અધિકારી, પ્લાસ્ટકોન કંપનીમાં દીવાલ ચણતાં તે દીવાલ પડી હતી. જેના કારણે ચાર લોકોના જીવ ગયા છે. જ્યારે ત્રણ જેટલા લોકોને નાનીમોટી ઇજા તથા ફ્રેક્ચર થયા છે. જેમની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.
 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


અંકલેશ્વર GIDCમાં આવેલી પ્લાસ્ટોકોન કંપની પ્લાસ્ટિકની ટાંકીઓ, પેલેટ્સ અને મોડુયલરો બનાવે છે. કંપનીમાં કન્સટ્રક્સનનું કામ ચાલી રહ્યું હતું. જે માટે કોન્ટ્રાકટના માણસો દ્વારા દીવાલ બનાવવામાં આવી રહી હતી. કોન્ટ્રકટર અને અન્ય કામદારો 6 ફૂટની દીવાલ ઉપર ઇંટો મૂકી ચણતર કરી રહ્યા હતા. આ દરમિયાન દીવાલ તૂટી પડી હતી અને જેમા મજૂરો દટાયા હતા. જેથી તેમના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જેના કારણે કંપનીમાં દોળધામ મચી હતી. આમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને 108 એમ્બ્યુલન્સ દ્વારા તરત જ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ સાથે પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો.