દુર્ઘટના@સુરેન્દ્રનગર: કાર અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર, ચાર વ્યક્તિના ઘટના સ્થળે જ મોત

 
Surendranagar Accident

અટલ સમાચાર, ડેસ્ક

પાટડી તાલુકામાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટના સ્થળે ચાર લોકોના મોત નીપજ્યા છે. આ અકસ્માત દસાડા અને જૈનાબાદ ગામ વચ્ચે થયો છે. પ્રાથમિક તપાસમાં તમામ મૃતકો મોરબી જિલ્લાના હોવાની માહિતી મળી રહી છે. આ ગોઝારા અકસ્માતની જાણ થતા દસાડા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને વધુ તપાસ હાથ ઘરી છે. હાલ તમામ મૃતકોની લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ આ કાર પલટી ખાઇને રોડની બાજુની જગ્યાની પલટી ખાઇ ગઇ હતી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગરના પાટડીના દસાડા અને જૈનાબાદ ગામ વચ્ચે પૂરપાટ આવતા રાજસ્થાન પાસિંગના ટ્રકે કારને ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, કાર પલટી ખાઇને રોડની સાઇડમાં જતી રહી હતી. આ કારમાં સવાર ચાર લોકો પાટડી બાજુ લૌકિક ક્રિયામાં જઇ રહ્યા હતા. હાલ આ અકસ્માતને કારણે પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે. આ ટ્રક રાજસ્થાન પાસિંગની છે. જેનો નંબર આરજે27 જીડી 9398 છે. તો મૃતકો જે કારમાં સવાર હતા તે કારનો નંબર છે જીજે 36એએફ 0074 છે.