નિર્ણય@ગાંધીનગર: મેયરની અનોખી પહેલ-અંબાજી મહોત્સવમાં જવા નિ:શુલ્ક બસ, જાણો ક્યારે ઉપડ્શે ?

 
Meyor Gandhinagar hitesh makvana

અટલ સમાચાર,ડેસ્ક 

ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા શ્રદ્ધાળુઓ માટે વધુ એક વિગત જાહેર કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે જે કોઈ ગાંધીનગરના નાગરિકો અંબાજી મફત જવા માગતા હોય તેમનું 50% ભાડુંપવિત્ર યાત્રાધામ બોર્ડ તરફથી માફ કરાશે અને બાકીનું 25% ખર્ચ અંબાજી ટ્રસ્ટ અને બાકી 25% ખર્ચ છે તે મેયરની ગ્રાન્ટમાંથી ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ ગાંધીનગર વાસીઓ કોઈ પણ શુલ્ક વગર પવિત્ર યાત્રાધામ અંબાજીની યાત્રા કરી શકશે.

રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા જે યાત્રાળુઓ અંબાજી જવા માગતા હોય અથવા તો અન્ય યાત્રાધામોની મુલાકાત લેવા માગતા હોય તેમના માટે એસટી બસ મુસાફરીના ભાડામાં 50 ટકાની રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તે અંગેની જાહેરાત પણ કરવામાં આવી છે.  

જેઓ ગાંધીનગરથી અંબાજીની યાત્રા કરવા માગતા હોય તેમને આ નવી જાહેરાતનો લાભ મળવા પાત્રા રહેશે. મેયક હિતેષ મકવાણાએ ગાંધીનગરમાં કયા કયા સ્ટેન્ડ અને કયા સમયે અંબાજી યાત્રા માટેની બસ ઉપડશે તે અંગેની વિગતો આપવામાં આવી છે. ગાંધીનગરથી અંબાજી યાત્રાધામના પ્રવાસની વિગતો અંગેની જાહેરાતમાં જે કોઈ મા અંબાના દર્શનનો લહાવો લેવા માગતો હોય અને એસટી મુસાફરી કરવા માગતા હોય તે સૌ માટે આ વ્યવસ્થાનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે.


શુક્રવારે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભાની એક વિશેષ બેઠક મળી હતી આ બેઠક બાદ મેયરે મફત અંબાજી યાત્રાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે અંબા માના દર્શનનો લહાવો લેવાની સાથે સાથે ત્યાં 51 શક્તિપીઠનો વિશેષ મહોત્સવ પણ ઉજવાઇ રહેયો છે. એટલે મા અંબાની સાથેજેઓ 51 શક્તિપીઠના દર્શન કરવા માગતા હોય તે શ્રદ્ધાળુઓ આ વ્યવસ્થાનો લાભ લઈ શકશે. મેયર હિતેષ મકવાણાની આ પહેલને ગાંધીનગર વાસીઓએ આવકારી છે, મહત્વનું છે કે આ ધાર્મિક યાત્રા દરમિયાન યાત્રિકો માટે પાણી-અલ્પાહાર જેવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવશે. આ યાત્રામાં વહેલા તે પહેલાના ધોરણે શ્રદ્ધાળુઓને સ્થાન આપવામાં આવશે.

નીચેના સ્થળો પરથી બસ ઉપડશે

સેક્ટર ૧૩બી શોપીંગ,

સેક્ટર ૨૪ ચંદ્રફોટો સ્ટુડિઓ ચોક,

પેથાપુર બસ સ્ટેન્ડ

ઇન્દ્રોડા બસ સ્ટેન્ડ

મહાકાલી મંદીર વાવોલ ભાગોળ

સરગાસણ ચાર રસ્તા

ઓમ કારેશ્વર મંદીર

રાંધેજા બસ સ્ટેન્ડ

કલ્પતરુ મિલેનીયમ 1

ઝુંડાલ બોરીજ

બોરીજ બસ સ્ટેન્ડ ચોક