આગાહી@ગુજરાત: આજથી તાપમાનના પારામાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થઇ શકે, અહીં પડશે વરસાદ

 
Weather Department

અટલ સમાચાર, ડેસ્ક

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી તાપમાનના પારામાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. આ સાથે અનેક વિસ્તારોમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઇ શકે છે. જ્યારે રાજ્યમાં હિટવેવની કોઇ આગાહી નથી. માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે જણાવવામાં આવ્યું છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આજથી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓ જેમ કે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર કચ્છ, ઉત્તર ગુજરાત પ્રદેશના બાકીના જિલ્લાઓ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે.