બ્રેકિંગ@ગુજરાત: 1 મહિના અને 9 દિવસ પછી ફરાર MLA ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર

 
Chaitar Vasava

અટલ સમાચાર, ડેસ્ક

એક મહિનાથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર હતા. જેઓ આજે 1 મહિના અને 9 દિવસ પછી પોલીસ સમક્ષ હાજર થયા છે. વનકર્મીઓને ધમકાવવા અને ફાયરિંગ કરવાના કેસમાં લાંબા સમયથી ફરાર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા છે. આ સમયે ત્યાં AAPના નેતા યુવરાજસિંહ જાડેજા અને મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો ડેડીયાપાડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

વિગતો મુજબ વનકર્મીઓને ધમકાવવા અને હવામાં ફાયરિંગ કરવાના કેસમાં લાંબા સમયથી ફરાર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા છે. રાજ્યમાં આપના ધારાસભ્યની પક્ષમાંથી વિદાયના અહેવાલો બાદ આ સમાચાર સામે આવતાં ચકચાર મચી છે. તેવામાં આજે ચૈતર વસાવાએ પોલીસ સામે સરન્ડર કર્યું છે.

નર્મદા જિલ્લામાં ચૈતર વસાવા પર વન વિભાગના કર્મચારીઓને માર મારવાનો કેસ નોંધાયો હતો. છેલ્લા 1 મહિનાથી ચૈતર વસાવા ભૂગર્ભમાં રહ્યાં હતા. ચૈતર વસાવાએ આગોતરા જામીન માટે હાઇકોર્ટ સુધીના દરવાજા ખટખટાવ્યા હતા. જોકે અદાલત અરજી ફગાવી દેતા હવે ધારાસભ્ય પાસે કોઈ માર્ગ નજરે પડી રહ્યો નથી. ત્યારે તે પોલીસ સમક્ષ હાજર થશે એમ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.

 

છેલ્લા 1 મહિના અને 9 દિવસથી ચૈતર વસાવા ભુગર્ભમાં હતા. ત્યારે નર્મદા પોલીસ દ્વારા તમામ ચેકપોસ્ટ પર ચૂસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. દેડીયાપાડા જતી તમામ ગાડીઓની હાલ ચેકીંગ થઈ રહી છે. ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સ્ટેશનમાં હાજર થશે તેવી વાતને લઈ સમર્થકો અને ટેકેદારો મોટી સંખ્યામાં દેડીયાપાડા ખાતે ઉમટી પડ્યા છે.

 

સૂત્રોએ જણાવ્યું હતું કે, દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સામે વનકર્મીઓને ધમકી આપી હવામાં ફાયરિંગ કરવાનો કેસ નોંધાયા બાદથી ફરાર છે અને તેઓ જામીન મેળવવા દોડધામ કરી રહ્યાં છે. રાજપીપળાની સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દેતાં હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં પણ ધારાસભ્યને રાહત મળી નથી. ધારાસભ્યને વન અધિકારીઓને ઘરે બોલાવવાનો અધિકાર કોણે આપ્યો તેવી આકરી ટકોર સાથે હાઇકોર્ટે પણ જામીન અરજી ફગાવી દીધી છે. એક મહિના ઉપરાંતથી ચૈતર વસાવા પોલીસને ચકમો આપી ભાગી રહ્યાં છે.

ધારાસભ્ય પર વનકર્મીઓને ઘરે બોલાવી ધમકાવીને હવામાં ગોળીબાર કરી 60 હજાર રૂપિયા પડાવી લેવાનો આરોપ છે. આ કેસમાં તેમના પત્ની શંકુતલા સહિતના 3 આરોપી પણ જામીન મેળવવા દોડધામ કરી રહ્યાં છે. ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય આગોતરા જામીન અરજી પર સુનાવણી કરતાં કોર્ટે આકરી ટીપ્પણી કરી હતી કે, કયા અધિકારો હેઠળ ધારાસભ્યએ વનકર્મીને બોલાવ્યા હતા. સેશન્સ બાદ હવે હાઇકોર્ટમાં પીછેહટ થતાં ધારાસભ્ય પાસે એક માત્ર સુપ્રિમ કોર્ટનો વિકલ્પ બાકી રહયો છે. બીજી તરફ તેમના પત્ની સહિતના 3 આરોપીની નિયમિત જામીન અરજી પણ ફગાવી દેવાઇ છે.