શ્રદ્ધાંજલિ@મહેસાણા: સુલીપુરના આર્મી જવાનની કાલે અંતિમયાત્રા, સિક્કિમમાં ફરજ દરમિયાન ગુમાવ્યો હતો જીવ

 
Army Javan

અટલ સમાચાર, ડેસ્ક

મહેસાણા જિલ્લામાં આવેલા સુલીપુર ગામના 26 વર્ષીય આર્મી જવાન રાયસંગજીએ ફરજ દરમ્યાન જીવ ગુમાવ્યા બાદ પરિવાર અને ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. માહિતી મુજબ સિક્કિમ ખાતે ગત શનિવારે ટ્રક નદીમાં ખાબકતા તેઓ ડૂબી ગયા હતા. આ તરફ ગુમ થયેલા આર્મી જવાનનો મૃતદેહ 5 દિવસની શોધખોળ બાદ મળ્યો હતો. સુલીપુરના જવાનની અંતિમયાત્રા કાલે સવારે મલેકપુરથી સુલીપુર સુધી નીકળશે.

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુલીપુર ગામના આર્મી જવાન રાયસંગજીએ ફરજ દરમ્યાન જીવ ગુમાવ્યો છે. માહિતી મુજબ તેઓ આર્મીની ટ્રક લઈ જતાં હતા ત્યારે સિક્કિમમાં ટ્રક નદીમાં પડી જતાં તેમણે જીવ ગુમાવ્યો હતો. આ તરફ આવતીકાલે જવાનની અંતિમયાત્રા મલેકપુરથી સુલીપુર સુધી નીકળશે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગઈકાલે આર્મી જવાનનો મૃતદેહ મળતા સિક્કિમ ખાતે સેના તરફથી ઘટતી કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ આજે સવારે સિક્કિમમાં સેના દ્વારા જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. જવાનના પાર્થિવ દેહને કાલે સવારે પોતાના વતન લાવવામાં આવશે. આ સાથે જવાનની અંતિમયાત્રા કાલે સવારે 8 કલાકે ફૂડ પેરેડાઈઝ મલેકપુર ચોકડીથી સુલીપુર સુધી યોજવામાં આવશે.