ગંભીર@પાટણ: કોરોના હવે બેફામ, એકસાથે 13 કેસ ખુલતા સંક્રમણ બેકાબૂ

અટલ સમાચાર, પાટણ, સિધ્ધપુર (હર્ષલ ઠાકર) પાટણ શહેર સહિત જિલ્લાભરમાં કોરોના મહામારી વધુ ગંભીર બની રહી છે. આજે એકસાથે વધુ 13 દર્દી ખુલતાં સંક્રમણ બેકાબૂ બન્યું હોવાનું સામે આવ્યું છે. ચાણસ્મા, રાધનપુર, હારિજ અને પાટણ તાલુકામાં નવા દર્દીઓ વધી રહ્યા હોવાથી ડરામણી સ્થિતિ બની છે. નવા વિસ્તારોમાં કોરોના સંક્રમણ ઘૂસી રહ્યું હોઈ રહીશોને પ્રથમ લોકડાઉન
 
ગંભીર@પાટણ: કોરોના હવે બેફામ, એકસાથે 13 કેસ ખુલતા સંક્રમણ બેકાબૂ

અટલ સમાચાર, પાટણ, સિધ્ધપુર (હર્ષલ ઠાકર)

પાટણ શહેર સહિત જિલ્લાભરમાં કોરોના મહામારી વધુ ગંભીર બની રહી છે. આજે એકસાથે વધુ 13 દર્દી ખુલતાં સંક્રમણ બેકાબૂ બન્યું હોવાનું સામે આવ્યું છે. ચાણસ્મા, રાધનપુર, હારિજ અને પાટણ તાલુકામાં નવા દર્દીઓ વધી રહ્યા હોવાથી ડરામણી સ્થિતિ બની છે. નવા વિસ્તારોમાં કોરોના સંક્રમણ ઘૂસી રહ્યું હોઈ રહીશોને પ્રથમ લોકડાઉન માફક જીંદગીની નોબત બની છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગંભીર@પાટણ: કોરોના હવે બેફામ, એકસાથે 13 કેસ ખુલતા સંક્રમણ બેકાબૂ

પાટણ આરોગ્ય આલમમાં આજે ફરીથી દોડધામ મચી ગઇ છે. કોરોના વાયરસનાં આજે વધુ 13 દર્દી સામે આવતાં ગ્રામ્ય અને શહેરી રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 19 વર્ષની યુવતી અને 21 વર્ષના યુવક સહિત વૃધ્ધો પણ પોઝીટીવ બન્યા છે. પાટણ શહેરમાં 5, સંડેર ગામે 1, રાધનપુર શહેરમાં 3 અને ચાણસ્મા 3 જ્યારે હારિજમાં પણ 1 કેસ આવ્યો છે. નવા વિસ્તારોમાં કોરોના દર્દીઓ આવતાં નવીન માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર થવા નોબત ઊભી થઈ રહી છે. આ સાથે સંક્રમણને કાબૂમાં લેવા કોશિશ છતાં ચેપનો રાફડો ફાટી રહ્યો છે. જેનાથી શહેરી સહિત ગ્રામ રહીશોમાં ભારે દોડધામ બની છે.

ગંભીર@પાટણ: કોરોના હવે બેફામ, એકસાથે 13 કેસ ખુલતા સંક્રમણ બેકાબૂ

સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં તબક્કાવાર કોરોના દર્દીની સંખ્યા ચિંતાજનક રીતે આગળ વધી રહી છે. આથી સંક્રમણ તોડવા અને નવા દર્દી સ્થગિત કરવા મથામણ છતાંઆજે એકસાથે 13 વ્યક્તિ દર્દી બન્યા છે. જેમાં 8 પુરુષ જ્યારે 5 સ્ત્રી હોવાનું સામે આવ્યું છે. સૌથી મોટી વાત છે કે, દર્દીઓના પરિજનો શંકાસ્પદ બનવા છતાં રિપોર્ટ કરવા બાબતે પ્રથમ લોકડાઉન જેવી સ્થિતિ ન હોવાની આશંકા બની છે. જેના કારણે પાટણ જિલ્લામાં હજુ કોરોના દર્દીઓ વધી શકે તેવી પ્રબળ સંભાવના ભારે ફફડાટ અને ઉચાટ વચ્ચે યથાવત રહી છે.